તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિમાન્ડ:બોગસ પાસપોર્ટ મામલે 1 આરોપીના 8 દિવસ અને 2 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વકીલ કિરીટ જોશીની હત્યા મામલે ત્રણેયની ધરપકડ કરવામા આવી છે

જામનગરમાં એડવોકેટ કિરીટ જોશી ની હત્યા કેસમાં અગાઉ પકડાયેલા અને રિમાન્ડ બાદ જેલહવાલે થયેલા ત્રણ આરોપીઓએ બોગસ પાસપોર્ટ નો ઉપયોગ કર્યા નો જે તે વખતે સામે આવ્યા બાદ એસ.ઓ.જી દ્વારા કબજો મેળવી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આ ત્રણેયને માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા.જ્યાં કોર્ટ દ્વારા એક આરોપીના 8 દિવસના અને બે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

જામનગરના એડવોકેટ કિરીટ જોશીની સોપારી આપી ને હત્યા કરાવવાના પ્રકરણમાં થોડા દિવસ પહેલા એલસીબીની ટુકડીએ કલકત્તા માંથી આરોપી અમદાવાદના દિલીપ પુજારા, હાર્દિક પુજારા અને જયંત ગઢવીને પકડી પાડી લીધા હતા. ત્યારબાદ આરોપીએ મર્ડર બાદ જુદા જુદા રાજ્યો શહેર અને વિદેશમાં રોકાયા હોવાની કબૂલાત કરી હતી ત્યારે જે તે વખતે ખોટા નામ ધારણ કરીને ત્રણેય આરોપીઓએ પાસપોર્ટ બનાવવાનું ખુલ્યું હતું.

જ્યારે આરોપી હાર્દિક, જયંત અને દિલીપ જે તે વખતે જરૂરી કાર્યવાહી બાદ જામનગરની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા દરમ્યાનમાં પાસપોર્ટ પ્રકરણની તપાસ કરવા માટે એસ.ઓ.જી.ની ટુકડીએ ત્રણેય આરોપીનો જેલમાંથી કબજો લઇ કોરોના રિપોર્ટ કરાવ્યો છે જે રિપોર્ટ નેગેટીવ આવતા વિધિવત ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.

પોલીસે કોર્ટમાં રજૂ કરતાં 10 દિવસની રિમાન્ડની માગણી કરી હતી.જેમાં દિલીપ ઠક્કર 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા અને હાર્દિક ઠક્કર અને જયંતિ ગઢવી ના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

અન્ય સમાચારો પણ છે...