જામજોધપુર પંથકના ગીંગણી ગામથી માલવડા નેશ તરફ જતા માર્ગ પર પોલીસે બોલેરો પીકઅપ વાહનમાંથી રૂ.3.98 લાખની કિંમતનો 797 બોટલ દારૂનો જથ્થો પકડી પાડી વાહન સહિત રૂ.7.09 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જયારે પોલીસને જોઇ નાશી છુટેલા ચાલક સહિત અન્ય બુટલેગરને સકંજામાં લેવા પોલીસે કવાયત હાથ ધરી છે.
મળતી વિગત અનુસાર, જામજોધપુર પંથકમાં ગીંગણી ગામથી માલવડા નેશ તરફ જતા માર્ગ પર પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસને જોઇને નદીના પુલ પાસેથી પસાર થતી એક બોલેરો પીકઅપ વાહનનો ચાલક પુરપાટ ઝડપે પસાર થયા બાદ વાહન મુકીને નાશી છુટયો હતો.
જે વાહનની પોલીસે તલાશી લેતા અંદરથી ઇંગ્લીશ દારૂની 797 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ.3.98 લાખની કિંમતનો દારૂ અને વાહન સહિત રૂ.7.09 લાખની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો.આ વાહનના નંબરના આધારે પોલીસે ચાલક સહિતના બુટેલેગરોને પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.