ફોર્મ ચકાસણી બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ:હાલારની 7 બેઠકો માટે 79 ઉમેદવારો

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં 33 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા
  • ​​​​​​​સૌથી વધુ 11 ફોર્મ જામનગર ઉત્તર બેઠક પરથી ખેંચાયા, જ્યારે કાલાવડ બેઠક પરથી સૌથી ઓછું 1 ફોર્મ ખેંચાયું

હાલારની 7 બેઠકો માટે રસાકસીભરી ચૂંટણીમાં હવે બે દિવસ ફોર્મ ખેંચવાના બાદ હવે ચિત્ર સ્પષ્ટ થયું છે અને 7 બેઠકો માટે 79 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તંત્ર દ્વારા હવે તે પ્રમાણે ઈવીએમ તેમજ બેલેટ પેપર છાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણીમાં સૌથી વધુ ફોર્મ જામનગર ઉત્તરમાંથી 11 પાછા ખેંચાયા છે. જ્યારે સૌથી ઓછા કાલાવડમાંથી ફક્ત 1 ફોર્મ પાછું ખેંચાયું છે. સૌથી વધુ ઉમેદવાર જામનગર દક્ષિણમાં 14 રહ્યા છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવાર કાલાવડમાં 5 રહ્યા છે.

હાલારમાં ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે 7 બેઠકો માટેનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. કાલાવડ બેઠક પરથી 1 ફોર્મ પાછું ખેંચાતા હવે 5 ઉમેદવારો મેદાનમાં છે.જામનગર ગ્રામ્ય બેઠકમાં કુલ 6 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 6 ઉમેદવારો હવે ચૂંટણી જંગમાં રહ્યા છે. જામનગર ઉત્તરમાં સૌથી વધુ 11 ઉમેદવાર પાછા ખેંચાતા 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

તેવી જ રીતે જામજોધપુરમાં 3 ફોર્મ પાછા ખેંચાતા 9 ઉમેદવારો ઉમેદવારી કરી રહ્યા છે. જામનગર દક્ષિણમાં 7 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા સૌથી વધુ કુલ 14 ઉમેદવારો આ સીટ પર ચૂંટણી લડી રહ્યા છે. દ્વારકામાં 2 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા 13 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તેવી જ રીતે ખંભાળિયામાં 3 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચતા કુલ 11 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે સૌથી વધુ ફોર્મ ખેંચવાનો ધસારો જામનગર શહેરમાં થયો હતો. જામનગર ઉત્તરની બેઠક પરથી 11 ફોર્મ પાછા ખેંચાયા હતા. જ્યારે દક્ષિણની બેઠક પરથી 7 ફોર્મ પાછા ખેંચાયા હતા. કાલાવડમાં એકપણ ફોર્મ ગુરૂવારે ખેંચાયું ન હતું. આમ, હાલારનું ચિત્ર હવે સ્પષ્ટ બન્યું છે. બે દિવસમાં 33 ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચતા હવે 79 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.

ચૂંટણી જંગનું ચિત્ર સ્પષ્ટ થતાં હવે ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે હવે ચૂંટણી પ્રચારમાં વેગ આવશે. અત્યાર સુધી ફોર્મ પાછું ખેંચવા માટેની મથામણ ચાલતી હતી જે હવે પૂર્ણ થતાં રાજકીય પક્ષો માટે ચિત્ર સ્પષ્ટ બન્યું છે અને હવે તેઓ તે રીતે ગોઠવણ કરીને ચૂંટણી લડશે. હાલારમાં ચૂંટણી માટે ફક્ત 1 ઈવીએમ જ રાખવામાં આવશે. છેલ્લા દિવસે ઉમેદવારો ફોર્મ પાછું ખેંચવામાં શહેર સિવાય નિરસ રહ્યા હતા.

હાલારમાં બધી બેઠકો પર ઉમેદવારો ઓછા રહેતા ફક્ત 1 ઈવીએમ ચૂંટણીમાં વપરાશે
ચૂંટણી ઈવીએમ મશીનની કેપેસીટી મુજબ 15થી વધુ ઉમેદવાર હોય તો બે મશીન મુકવા પડે. 31 ઉમેદવાર હોય તો 3 મશીન મુકવા પડે. હાલારની 7 બેઠકોમાં એકપણ જગ્યાએ 2 મશીન મુકવા પડે તેવી સ્થિતિ ઉભી નથી થઈ જે માટે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. કાલાવડમાં 5, ગ્રામ્યમાં 6, જામનગર ઉત્તરમાં 11, જામજોધપુરમાં 9, જામનગર દક્ષિણમાં 14, દ્વારકામાં 13 અને ખંભાળિયામાં 11 ઉમેદવારો મેદાનમાં રહેતા 1-1 ઈવીએમ મશીનનો ઉપયોગ ચૂંટણીમાં થશે.

અન્ય સમાચારો પણ છે...