તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શંકરટેકરી વિસ્તારમાંથી 760 ગ્રામ ગાંજો ઝડપાયો, પોલીસે 1ને દબોચ્યો, 1 નાસી છુટવામાં સફળ

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં ગાંજાનું વેંચાણ કરી રહેલા શખસના ઘરે એસઓજીએ દરોડો પાડી 760 ગ્રામ ગાંજો તથા અન્ય મુદ્દામાલ સાથે શખસને પકડી પાડયો હતો, જયારે અન્ય એક શખસને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

જામનગર શહેરમાં નશાખોરી વધી રહી છે ત્યારે શહેરના શંકર ટેકરી, સુભાષપરા શેરી નં. 2માં રહેતા સાહીદ ઉર્ફે સાહુ શેરમામદ નોયડા નામનો શખસ પોતાના ઘરમાં ગાંજાનો સંગ્રહ કરીને બેઠો હોય તેવી બાતમી એસઓજીને મળતા તેમણે તાત્કાલિક તેના ઘરે દરોડો પાડી તેના રહેણાંક મકાનમાંથી 760 ગ્રામ ગાંજો તથા એક મોબાઇલ ફોન, ઇલેકટ્રોનિક વજન કાંટો મળી કુલ રૂા. 8300નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દરોડા દરમિયાન શંકરટેકરી લંઘાવાડ પાસે રહેતા અલી અબુભાઇ બ્લોચ નામનો શખસ નાશી છુટવામાં સફળ થતાં તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...