તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજ ચોરી:જામનગર જિલ્લામાંથી ત્રણ દિવસમાં 76 લાખની વીજ ગેરરીતિ ઝડપાઈ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી

જામનગર શહેરમાં વીજ ચોરી ઝડપી પાડવા માટે વીજ કંપનીની 45 જેટલી ટીમો છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ ઝોનમાં દરોડાની કામગીરી કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વીજકંપનીએ 76 લાખ રૂપિયાની વીજ ગેરરીતિ ઝડપી પાડી છે. આજે શહેરના દરબારગઢ, સાતરસ્તા, ખંભાળિયા ગેટ અને જીઆઈડીસી સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરી 24.37 લાખની ગેરરીતિ ઝડપી પાડી હતી.

જામનગર પીજીવીસીએલ દ્વારા આરંભવામાં આવેલી વીજ ચેકિંગ ડ્રાઇવ આજે સતત ત્રીજા દિવસે અવિરત રીતે સારી રાખવામાં આવી છે શહેરમાં બે દિવસ દરમિયાન 52.49 લાખની વીજચોરી ઝડપી લીધા બાદ અવિરત ચાલુ રાખવામાં આવેલ ચેકિંગમાં આજે દરબાર ગઢ સાત રસ્તા ખંભાળિયા નાકા જીઆઇડીસી સબ ડિવીઝન હેઠળના વિસ્તારોમાં 45 ટીમ દ્વારા વીજ ચેકિંગ કરવામા આવ્યું હતું,.

જ્યારે પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર સીકે પટેલની સૂચનાથી શહેરના તમામ વિસ્તારોમાં વીજચોરીનું પ્રમાણ નાબૂદ કરવા કોર્પોરેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંજ્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં થી બે દિવસમાં અડધો કરોડથી વધુની વીજચોરી પકડાઈ પી.જી.વી.સી.એલ દ્વારા આજે સતત ત્રીજા દિવસે વીજચોરી ઝડપી લેવા ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં 45 ટીમ દ્વારા સધન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 25 લોકલ પોલીસ 15 જી.યુ.વી.એન.એલ પોલીસ અને 12 એક્સ આર્મીમેન સહિત સાથે રાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો