જામનગરમાં જીપીએસસીની આસીસ્ટન્ટ સહાયક વર્ગ-3 ની પરીક્ષામાં 72 ટકા ઉમેદવાર ગેરહાજર રહ્યા હતાં. કુલ 5946 માંથી ફકત 1688 પરીક્ષાર્થી હાજર રહ્યા હતાં. પ્રીલમનરી પરીક્ષામાં ગેરરીતિનો કોઇ કેસ ન નોંધાતા તંત્રએ રાહત અનુભવી હતી.
ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્રારા જામનગર સહિત રાજયભરમાં શુક્રવારે આસીસ્ટન્ટ સહાયક વર્ગ-3 ની પ્રીલમનરીની લેખિત કસોટી લેવામાં આવી હતી. શહેરમાં કુલ 25 કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં કુલ 5946 માંથી 4258 એટલે કે 72 ટકા ઉમેદવાર ગેરહાજર રહ્યા હતાં. જયારે 1688 પરીક્ષાર્થીએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ગેરરીતિનો કોઇ કિસ્સો ન નોંધાતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. પરીક્ષામાં સવારે 11 થી 1 અને બપોરે 3 થી 5 બે પેપર લેવાયા હતાં. કોરોનાને કારણે દરેક પરીક્ષા કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને પરીક્ષાર્થીના હાથ સેનેટાઇઝ કરાવી પ્રવેશ અપાયો હતો. પરીક્ષા એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.