નિર્ણય:સાત રસ્તા સર્કલથી સુભાષબ્રિજ સુધી ઓવરબ્રીજને 700 મીટર પાણીની પાઈપલાઈન નડી, નવી નખાશે

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય: પાઇપલાઇન બદલાવવા રૂ.1.58 કરોડનો ખર્ચ થશે
  • ડ્રોમાં લાગેલા આવાસની આસામીને ફાળવણી: જી.જી.માં ઓકસિજન પ્લાન્ટ અંગે રૂ.47.49 લાખ મંજૂર

જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષબ્રીજ સુધી ઓવરબ્રીજને નડતરરૂપ 700 મીટર પાણીની પાઇપલાઇન નવી નાખવાનો નિર્ણય સ્ટેન્ડીંગમાં લેવાયો હતો. જેના માટે રૂ.1.58 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. બેઠકમાં ડ્રો માં લાગેલા આવાસની લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવી હતી.

જામનગરની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગુરૂવારે ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં સુભાષબ્રીજથી સાત રસ્તા સુધીના ઓવરબ્રીજના કામમાં નડતરરૂપ પાણીની 700 મીટર સુધીની જુદી-જુદી સાઇઝની પાઇપલાઇન શીફટીંગ કરી નવી એમ.એસ.પાઇપલાઇન નાખવા તથા હૈયાત પાઇપ લાઇન ડીસ્મેન્ટલ કરી જેએમસીના સ્ટોર્સમાં જમા કરવાનો નિર્ણય કરાયો હતો. આ માટે રૂ.1.58 કરોડનું ખર્ચ મંજૂર કરાયું હતું. તદઉપરાંત સોલેરિયમ ઝોન વિસ્તારમાં વોટર વર્કસ પાઇપલાઇન નેટવર્કના કામ માટે રૂ.10.50 લાખ મંજૂર કરાયા હતાં.

સમર્પણ ઇએસઆરથી વોટર ટેન્કરથી પીવાનું પાણી વિતરણ કરવા માટે વધારાના રૂ.1.64 લાખ મંજૂર કરાયા હતાં. ખાસ કરીને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જી.જી.માં ઓકસિજન પ્લાન્ટમાં રૂ.47.49 લાખના ખર્ચે સપ્લાય, કમીશનીંગ, ટેસ્ટીંગની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. બેઠકમાં રૂ.22 લાખનો સ્ટેજ-મંડપના કામનો કોન્ટ્રાકટ મંજૂર કરાયો હતો.

ચૂંટણીમાં વિશિષ્ટ કામગીરી કરનાર 41 કર્મચારીઓને રૂ.7000 ચૂકવાશે
સામાન્ય ચૂંટણી-2021 માં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રોત્સાહનરૂપે કર્મચારી દીઠ રૂ.7000 ચૂકવવાનો નિર્ણય મનપાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કરાયો હતો. જેનો લાભ 41 કર્મચારીઓને મળશે. આથી મનપાની તિજોરી પર 2,87,000 નો બોજો પડશે.

અન્ય સમાચારો પણ છે...