રજૂઆત:GIDC ફેસ 2-3માં 70 સફાઇ કામદારો છુટા કરાતા હોબાળો

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર પગાર અપાતો નથી, લઘુતમ વેતન મળતું નથી
  • કોઇ પ્રકારના હક્ક-હિસ્સા પણ આપવામાં આવતા નથી

જામનગર શહેર નજીક આવેલા દરેડ જીઆઇડીસી ફેસ-2 અને 3માં કામ કરતા 70 જેટલા સફાઇ કર્મીઓને કોન્ટ્રાકટરો દ્વારા રાતોરાત છુટા કરી દેતા કર્મચારીઓ દ્વારા હોબાળો મચાવીને આ અંગે કલેકટર અને જિલ્લા પેાલીસ વડાને રજુઆત કરી કોન્ટ્રાકટર સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી છે.

જામનગર શહેરમાં આવેલ જીઆઇડીસી ફેસ-2 અને 3માં કેશવ એન્ટરપ્રાઇઝ નામની કંપની છેલ્લા 5 વર્ષથી સફાઇનો કોન્ટ્રાકટ ચલાવે છે, તા. 23 સપ્ટે. 2020ના એકાએક તમામ સફાઇ કામદારોને છુટા કરી દેવામાં આવ્યા, જેના કારણે સફાઇ કામદારોમાં રોષ વ્યાપી ગયેા હતો તેમણે આ અંગે કલેકટર અને એસપીને આવેદનપત્ર આપી પગલા લેવાની માંગણી કરી છે. જેમાં જણાવ્યું છેકે, સમયસર પગાર ચુકવાતો નથી, લઘુતમ વેતન આપવામાં આવતું નથી, સફાઇ કામદારોના કોઇપણ પ્રકારના હકક હિસ્સા કાપવામાં આવતા નથી, પગાર પણ ગેરકાયદેસર રીતે 15 દિવસે રોકડમાં આપવામાં આવે છે, જેથી આ કોન્ટ્રાકટર સામે પગલા લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

એસોસિએશને મને નોટિસ આપતા કામ ન કરનારા 10ને છુટા કર્યા હતાં: કોન્ટ્રાકટર
દરેડ જીઆઇડીસી ફેસ-2 અને 3માં સફાઇનો મારો કોન્ટ્રાકટર છે તેમાં અમુક સફાઇ કામદારો કામ ન કરતા હતાં જેને મને એસોસીએશન દ્વારા લેખિતમાં જાણ કરી બ્લેક લીસ્ટ કરવામાં માટે નોટિસ આપવામાં આવી હતી. જેના કારણે મે કામ ન કરતા 10 જેટલા કર્મચારીઓને છુટા કરતા તમામ કર્મચારીઓએ યુનિયન બનાવીને કામ પરથી અળગા થઇ ગયા હતાં. - અજીત પટેલ, કોન્ટ્રાકટર.

અન્ય સમાચારો પણ છે...