કાર્યવાહી:જામનગરમાં જુગાર રમતા 4 મહિલા સહિત 7 ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં ઘોડીપાસા ખેલતા 4 ખેલંદા પકડાયા

જામનગરમાં ગોકુલનગરમાં પોલીસે જુગાર રમતા 4 મહિલા સહિત સાતને પકડી પાડી રોકડ કબજે કરી હતી.જયારે રણજીતસાગર રોડ પર પીંજારા વાસમાં ઘોડીપાસા ખેલતા 4ને પોલીસે દબોચી લીઘા હતા. શહેરમાં ગોકુલનગર-14 વિસ્તારમાં અમુક મહિલા પુરૂષ એકત્ર થઇ જુગાર રમતા હોવાની માહિતી પરથી પોલીસે દરોડો પાડયો હતો જે વેળા સાતેક લોકો જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે રૂપાબેન સોમાભાઇ ધંધુકીયા, હિનાબેન ભીખાભાઇ ધંધુકીયા, લીલાબેન હરેશભાઇ મસાલીયા,,જયાબેન મંગાભાઇ ચૌહાણ, પ્રવિણ પુંજાભાઇ કંટારીયા, ધર્મેશ મોહનભાઇ ચાગેચા અને સુરેશ મનસુખભાઇ પરમારને પકડી પાડી રૂ.5,900ની રોકડ સહિતની માલમતા કબજે કરી હતી. શહેરના રણજીતસાગર રોડ પર પીંજારા વાસમાં પોલીસે ઘોડીપાસા વડે જુગાર રમતા હિતેશ ઉર્ફે હિતલો પ્રભુભાઇ જાખરીયા, નરેશ ઉર્ફે નરીયો અરજણભાઇ સાદીયા, જયસુખ ઉર્ફે મહારાજ કાંતીલાલ પંડયા અને હનિફ ગફારભાઇ પીપરવાળીયાને પકડી પાડયા હતા. પોલીસે10,800ની રોકડ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...