જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું
હતું. ત્યારે કથાકાર રમેશભાઈ ઓઝા અને ઇન્દ્રભારતી બાપુ બંને સાથે આવ્યા હતા. ત્યારે નાની બાળકી કથાકાર રમેશભાઇ ઓઝાના આશીર્વાદ લેવા માટે ગઇ હતી અને ત્યાં આગળ બાળકી નિરાલીએ ઝવેરચંદ મેઘાણીની કૃતિ 'ચારણકન્યા' રજૂ કરી હતી. ત્યારે કથાકાર રમેશભાઇ ઓઝાના અઢી મિનિટથી વધુ સમયની પ્રખ્યાત 'ચારણકન્યા'ની કૃતિ સાંભળી બાળકીને બિરદાવી હતી અને તેનું સન્માન કર્યું હતું.
નિરાલીએ સૌપ્રથમ વાર 7 વર્ષની ઉંમરે આ કૃતિ ગાઇ હતી. સ્કૂલમાં સરસ્વતી વિદ્યા મંદિરમાં ધોરણ 2માં અભ્યાસ ચાલુ હતો, ત્યારે તેણીએ પ્રખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીની ચૌદ વરસની ચારણ કન્યા કૃતિ ગાઇ હતી. ત્યારબાદ માતા સાથે ઘરમાં અને સ્કૂલેથી આવતા જતાં સ્કૂટર પર રોજ કડીઓ ગાતાં હતાં. ત્યારબાદ માત્ર સાત વર્ષની બાળકી નિરાલીએ ચૌદ વરસની ચારણ કન્યા કૃતિ ગાઇ કથાકાર રમેશભાઇ ઓઝા અને ત્યાં હાજર તમામ લોકોના દિલ જીતી લીધાં હતાં.
બાળકીની માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સ્કૂલમાંથી લોકગીત ગાઇને સિલેક્ટ કર્યા બાદ અમે તેણીને એક કાર્યક્રમમાં આગળ મોકલવાનું નક્કી કર્યું હતું, જેથી તે પોતાનું લોકગીત બીજા સમક્ષ રજૂ કરી શકે. જેથી સ્કૂલમાંથી બાળકોને આગળ લોકગીત ગાવા માટે નક્કી કરવામાં આવ્યું હતું પણ લોકડાઉન આવી જતાં તે શક્ય નહોતું બન્યું.
આ બાળકીએ આ ગીત ક્લાસ કે ક્યાંય પણ પ્રેક્ટિસમાં ગયા વગર પોતાના આત્મવિશ્વાસથી શીખ્યું છે. જ્યારે તેણી પોતાની માતા સાથે સ્કૂલમાં આવતી જતી વખતે સ્કૂટરમાં ગીતની કડીઓ ગાતી હતી. તેમજ બાળકી નિરાલીએ જાતે વાંચન કર્યા વગર મોઢે કડકડાટ કૃતિ રજૂ કરી હતી. તેમજ ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝાએ તેણીનું સન્માન કરી તેને પ્રસાદી આપી આશીર્વાદ આપ્યા હતા.
જ્યારે બાળકીએ કથાકાર રમેશભાઇ સમક્ષ કૃતિ રજૂ કરી હતી ત્યારે તેણીની માતા સાથે કથાકાર રમેશભાઇ ઓઝાના આશીર્વાદ લેવા આવેલા લોકો અને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના યજમાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના પુત્ર જગદીશસિંહ પણ હાજર હતા. ત્યારે બાળકીએ ઝવેરચંદ મેઘાણીની પ્રખ્યાત લોકગીતની કૃતિ રજૂ કરી હતી. જેનાથી વાતાવરણ સંગીતમય બની ગયું હતું. જ્યારે તમામ હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી કૃતિ રજૂ કરનારી બાળકી નિરાલીનું સન્માન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.