શિક્ષણ જગતમાં ખળભળાટ:ડીઇઓ કચેરીમાં અપમાનથી 7 એસવીએસ સંયોજકોએ સામૂહિક રાજીનામા આપી દીધા

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડીઇઓ અને અન્ય અધિકારીઓ મૌનથી શંકા અને સવાલ

જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ગ્રાન્ટેડ શાળાના પ્રશ્નો ઉકેલવા તો દૂર રજૂઆત કરવા ગયેલા એસવીએસ સંયોજકોના અપમાન કરતા 7 સંયોજકોએ સામૂહીક રાજીનામાં આપતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. કચેરી દ્વારા કોઇ સહકાર ન અપાતા આ પગલું ભર્યું હોવાનું સંયોજકોએ રાજીનામામાં જણાવ્યું છે. બીજી બાજુ આ મુદે ડીઇઓ અને અન્ય અધિકારીઓના મૌનથી અનેક શંકા અને સવાલ ઉઠયા છે.

ડીઇઓને ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નો ઉકેલવા અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે
વિવાદો માટે પંકાયેલી જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વધુ એક વખત ચર્ચાના ચાકડે ચડી છે. કારણ કે, કચેરી દ્વારા ગ્રાન્ટેડ શાળાના ઉચ્ચતર પગાર ધોરણ, કામગીરી ફેરફારથી શિક્ષકોની બદલી સહીતના પડતર પ્રશ્નો ઉકેલવામાં ન આવતા જિલ્લાના 7 શાળા વિકાસ સંકુલના સંયોજકોએ સામૂહીક રાજીનામાં ધરી દીધા છે. સંયોજકોએ જિલ્લા શિક્ષણાધિકારીને આપેલા રાજીનામાંમાં જણાવ્યું છે કે, ડીઇઓને ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નો ઉકેલવા અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નો ઉકેલવામાં કચેરી દ્વારા કોઇ સહકાર આપવામાં આવતો નથી. આટલું ઓછું હોય તેમ કચેરીમાં સંયોજકોના વારંવાર અપમાન કરવામાં આવે છે.
આ 7 સંયોજકોએ રાજીનામાં આપ્યા

  • સંકુલ સંયોજક
  • શાળા વિકાસ સંકુલ-1 ચંદ્રકાન્ત કણસાગરા
  • શાળા વિકાસ સંકુલ-2 કેતનભાઇ વાછાણી
  • શાળા વિકાસ સંકુલ-3 વિજયાબેન બોડા
  • શાળા વિકાસ સંકુલ-4 ભાવેશભાઇ પંડયા
  • શાળા વિકાસ સંકુલ-5 રજનીભાઇ મેસવાણીયા
  • શાળા વિકાસ સંકુલ-6 ધર્મેન્દ્રભાઇ ગોહીલ
  • શાળા વિકાસ સંકુલ-7 કમલેશભાઇ નંદાણીયા
અન્ય સમાચારો પણ છે...