તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જામનગરના સુરભી એપાર્ટમેન્ટમાં 7 અને નાનકડા ગોપમાં 11 પોઝિટિવ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરમાં 22 અને જિલ્લામાં 13 ઝપટમાં,18 ડિસ્ચાર્જ
 • 24 કલાકમાં કોરોનાના વધુ 35 કેસ : સદનસીબે કોઇ મૃત્યુ નહીં

જામનગરમાં કોરોના કેડો ન મૂકતા સંક્રમણ વધતા 24 કલાકમાં વધુ 35 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં 22 અને જિલ્લામાં 13 લોકો સંક્રમિત થયા છે. 18 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. સદનસીબે કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું નથી. જો કે, શહેરમાં એક જ એપાર્ટમેન્ટમાં 7 કેસ નોંધાયા છે.

જામનગર શહેર-જિલ્લામાં કોરોના જેટ ગતિએ વધી રહ્યો છે. બુધવારે શહેરમાં 22 અને જિલ્લામાં 13 નવા કેસ નોંધાયા હતાં. જો કે, 24 કલાકમાં જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં કોઇ દર્દીનું મૃત્યુ નિપજયું ન હતું. શહેરમાં 12 અને જિલ્લામાં 6 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા હતાં. શહેરના હીરજી મિસ્ત્રી રોડ પર આવેલા સુરભિ એપાર્ટમેન્ટમાં 7 રહેવાસીઓ કોરોનાની ઝપટમાં આવતા અન્ય રહેવાસીઓમાં ફકડાટની લાગણી ફેલાઇ છે.

ગોપમાં આજથી 31મી સુધી લોકડાઉન
જામજોઘપુર તાલુકાના 4500 લોકોની વસતી ધરાવતા ગોપ ગામે કોરોનાના એકસાથે 11 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. કોરોનાના કેસમાં વધારાના પગલે 25 થી 31 માર્ચ સુધી ગામમાં શાકભાજી, અનાજ કરિયાણા સહિતની તમામ દુકાનો બંધ રાખવા મોટી ગોપ ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો છે. જેમાં સહયોગ આપવા વેપારીઓને અનુરોધ કરાયો છે.

વકીલો સપ્તાહ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે
જામનગર બાર એસોસીએશને 31 માર્ચ સુધી અરજન્ટ સિવાયની કોર્ટ કાર્યવાહીથી દૂર રહેવાનો ઠરાવ કર્યો છે.વધુમાં એસોસીએશને કોર્ટના પટાંગણમાં પક્ષકારો પ્રવેશ ન કરે અને જે વ્યક્તિઓને આવવાનું થતું હોય તેઓને સેનેટાઈઝડ થવા ઉપરાંતના સાવચેતીના પગલાં અને હાલની સ્થિતિમાં કોઈ કેસના અસીલ, પક્ષકાર, વકીલ હાજર ન રહી શકે તો કોઈ કેસને નુકસાન ન થાય તે રીતે કેસનું સ્ટેજ રાખવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો