કોરોના સંક્રમણ:જામનગર શહેરમાં છાત્રા સહિત વધુ 7 પોઝિટિવ, ગ્રામ્યમાં 7 સંક્રમિત થયા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરમાં કોરોના કેસો ઘટ્યા, ગ્રામ્યમાં કેસોમાં ઉછાળાથી આરોગ્ય તંત્ર દોડ્યું
  • ધ્રોલ-જામજોધપુર અને મોટી ખાવડી સહિતના પંથકમાં પોઝિટિવ કેસ નોંધાયા

જામનગર શહેર-જિલ્લામાં કોરોના કેસોની રફતાર મહદઅંશે યથાવત રહી છે જેમાં શહેરમાં એક વિધાર્થીની સહિત સાત પોઝિટીવ કેસ બહાર આવ્યા છે જયારે ગ્રામ્યમાં પણ પોઝીટીવ આંકમાં વધારા સાથે સાત કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.જે તમામને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં આંશિક ઘટાડા સાથે બુધવારે વધુ સાત પોઝીટીવ કેસ સામે આવ્યા છે જેમાં એક ચૌદ વર્ષીય છાત્રા ઉપરાંત ચાર મહિલા અને ખાનગી કંપનીના એક કર્મી ઉપરાંત એક સફાઇ કર્મીનો સમાવેશ થતો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.આરોગ્ય તંત્ર દ્વારા સાતેયને હોમ આઇશોલેટ કરી સધન સારવાર અપાઇ રહી છે.સાથોસાથ તેઓના આરોગ્યલક્ષી સધન પગલા લેવાઇ રહયા છે. જામનગર શહેરની સાથે બુધવારે ગ્રામ્ય પંથકમાં પણ કેસોમાં ઉછાળો જોવા મળ્યો હતો જેમાં વધુ સાત પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. જેમાં ધ્રોલ પંથકના એક યુવાન, જામજોધપુર પંથકના એક વૃધ્ધ અને એક યુવતિ, સિકકા પંથકના એક યુવાન,બેડ પંથકની યુવતિ અને મોટી ખાવડી પંથકના એક વૃધ્ધ અને એક યુવતિનો સમાવેશ થતો હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે.આરોગ્ય તંત્ર દ્વારા તમામ સંક્રમિતોના રહેઠાણ આસપાસ જરૂરી આરોગ્યલક્ષી કામગીરી પણ વેગવંતી બનાવાઇ છે. ગ્રામ્યમાં લાંબા સમય બાદ ફરી કોરોના કેસોમાં વધારો જોવા મળતા ટેસ્ટીંગ સહિતની કામગીરી વધુ સધન બનાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...