જામનગર અને જુનાગઢમાં બીજા દિવસે સ્ટેટ જીએસટીએ કરેલા સ્પોટ ચેકીંગમાં 67 પેઢીમાં તપાસ કરાતા 7 પેઢી બોગસ નીકળી હતી. આ પેઢીઓએ રૂા.116.43 કરોડના બીલ ઇસ્યુ કરી રૂા.7.57 કરોડની વેરાશાખ મેળવી લીધાનું ખૂલતા વસૂલાતની કાર્યવાહી શરૂ કરાઇ છે.
રાજયમાં બોગસ બીલીંગને ડામવા સ્ટેટ જીએસટી વિભાગની ટીમ દ્વારા જુનાગઢ ડીવીઝનમાં સતત બીજા દિવસે સ્પોટ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત 67 વેપારીને ત્યાં તપાસ હાથ ધરાઇ હતી. જેમાં 7 બોગસ પેઢી મળી આવી હતી. જેના વેપારીએ 116.43 કરોડના બીલ ઇસ્યુ કરી રૂ.7.57 કરોડની ખોટી વેરાશાખ મેળવી હોવાનું ખૂલ્યું છે. આથી તમામ સામે કડક વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટીના સ્પોટ ચેકીંગના પગલે બોગસ બીલીંગ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ સ્થળેથી બોગસ પેઢી મળી આવી
{એે.કે. એન્ટરપ્રાઇઝ, જામનગર {રોયલ એન્ટરપ્રાઇઝ, જુનાગઢ {ક્રિષ્નમ કોર્પોરેશન, વિસાવદર {શ્રી એન્ટરપ્રાઇઝ, માણાવદર {શ્રી ગીરીરાજ ટ્રેડીંગ, મેંદરડા {ટીજીએમ એન્ટર પ્રાઇઝ, માળીયા હાટીના {સમય એન્ટર પ્રાઇઝ, માણાવદર
7 પેઢીએ બોગસ વેપારી પાસેથી રૂા. 73.17 કરોડની ખરીદી કરી રૂપિયા 1.16 કરોડની ખોટી વેરા શાખ મેળવી
સ્ટેટ જીએસટી વિભાગની ટીમે જુનાગઢ ડીવીઝનમાં હાથ ધરેલા સ્પોટ ચેકીંગમાં 67 પૈકી 7 પેઢીએ બોગસ વેપારી પાસેથી રૂ.73.71 કરોડની ખરીદી કરી રૂ.11.16 કરોડની ખોટી વેરા શાખ મેળવી લીધાનો ઘટસ્ફોટ થયો છે. આથી આ તમામ વેપારીઓ સામે પણ વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ તપાસ કરનાર જીએસટીના અધિકારીઓએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.