તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જોડીયા તાલુકાના બેરાજા ગામની સીમમાં રહેતી પરપ્રાંતિય મહિલા સાત માસની માસુમ પુત્રીને સાથે લઇવહેલી સવારે ઘરેથી કપાસ વિણવાના કામ અર્થે નિકળ્યા બાદ અંધારામાં અકસ્માતે ખુલ્લા કુવામાં પટકાતા ડુબી જવાથી બંનેના મોત નિપજયા હતા.ફાયર બ્રિગેડની ટીમે દોડી જઇ કુવામાંથી તેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાે હતો.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જોડીયાના બેરાજા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતી તેમજ ખેતમજુરી કામ કરતા મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર નજીક ચીચલાણા પંથકના વતની નાનકભાઇ ઇડાભાઇ ભુરીયા નામના શ્રમિક યુવાનના પત્ની જમનાબેન તેની માસુમ પુત્રી લક્ષ્મીને સાથે લઇ વહેલી સવારે સાડા છ વાગ્યે ઘરેથી કપાસ વિણવા જાઉ છુ એમ કહી નિકળ્યા હતા.ત્યારબાદ અંધારામાં તેઓ બંને અકસ્માતે ખુલ્લા કુવામાં પડી જતા પાણીમાં ગરકાવ થયા હતા.
મોડેથી ઉકત કુવામાં બાળકીનો મૃતદેહ તરતો જોવા મળતા પરીવારે તુરંત પોલીસને જાણ કરી હતી.આથી પીએસઆઇ મેઘરાજસિ઼હ વાળા અને મદદનીશ કલ્પેશભાઇ સહિતની ટીમ દોડી ગઇ હતી.જયારે ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ ત્વરીત ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને જમનાબેન (ઉ.વ. 25) અને માસુમ લક્ષ્મી (ઉ.સાત માસ)ના મૃતદેહ બહાર કાઢયા હતા.આ બનાવના પગલે પોલીસે મૃતકના પતિ નાનકભાઇ ઇડાભાઇ ભુરીયાનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાના એવા ગામમાં બનાવથી ભારે અરેરાટી ફેલાઇ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.