જામનગર શહેરમાં પીજીવીસીએલની લાઇન મેન્ટેનન્સ તેમજ ફ્લાય ઓવોરની કામગીરીના કારણે શહેરમાં અલગ અલગ દિવસે અલગ-અલગ વિસ્તારમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે. આથી ફરી એક વાર શહેરીજનોને કાળઝાળ ગરમીમાં એસી, પંખા અને કુલર વગર દિવસની 7 કલાક વિતાવી પડશે. ઉલ્લેખનીય છે કે પ્રીમોન્સૂનની કામગીરીના કારણે અવારનવાર શહેરના અલગ-અલગ વિસ્તારમાં વીજ કાપ લાદવામાં આવી રહ્યો છે.
તો બીજી તરફ સૂર્યનારાયણ પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા છે. તો વળી જામનગર શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા આસપાસ રહેતું હોવાથી લોકો પરસેવે રેબઝેબ થઈ જતા ગરમીના કારણે અકળાઈ ઉઠ્યા છે.
જોઈલો તમારે ક્યારે એસી પંખા કુલર વગર અડધો દિવસ વિતાવવાનો રહેશે
સોમવાર ( આજે ) સમય : 7 થી 1
પંચવટી ગૌશાળા, વિસામો એપાર્ટમેન્ટ, માનસરોવર એપાર્ટમેન્ટ મધુવન એપાર્ટમેન્ટ, પારસ સોસાયટી પંચવટી પોસ્ટ ઓફિસ
મંગળવાર સમય : 7 થી 1
ડી એસ પી બંગલો, ડોક્ટર સાઠેની હોસ્પિટલ, અનુપમ અપ્સરા ટોકીઝ, હોટેલ પ્રેસિડન્ટ, પ્રેસ કંકુ હોટેલ, નાલદા કોમ્પ્લેક્સ હોટેલ કલાતિત, પાટલીયા બંગલો, જુલેલાલ ચોક આસપાસ વિસ્તાર
બુધવાર સમય : 7 થી 1
ગુલાબ એવનયુ શાલીન એપાર્ટમેન્ટ પાછળનો વિસ્તાર એચડીએફસી બેન્ક લક્ષ્મી એપાર્ટમેન્ટ એકસિસ બેંક મહાવીર સોસાયટી, જોગસ પાર્ક થી ડોમિનોઝ પિઝા, ગીતા મંદિરની આસપાસ વિસ્તાર વી માર્ટ, સામ્રાજ્ય એપાર્ટમેન્ટમાં રત્ન એપાર્ટમેન્ટ વગેરે વિસ્તાર.
ગુરૂવાર: સમય : 7 થી 1
ક્રિસ્ટલ મોલ, કો. ઓ. સોસાયટી, સમુદ્ર સેલ્સ, ખોડીયાર કોલોની, દિવ્યમ કોમ્પલેક્ષ, રાજનગર, આરામ કોલોની, સમાજ ભવન એન.આર.આઈ બંગલો, રોયલ પુષ્પમ પાર્ક ક્રિષ્ના સ્કૂલ, ખોડીયાર કોલોની શાકમાર્કેટ
શુક્રવાર :સમય : 7 થી 1
રંગમતી પાર્ક રવિપાર્ક પાણીનો ટાંકો ગણેશ કોલ્ડ સ્ટોરેજ જિલ્લા સેવા સદન નાગેશ્વર વિસ્તાર
શનિવાર : સમય : 7 થી 1
પરિવાર એપાર્ટમેન્ટ, સત્યમ શિવમ સુન્દરમ, સત્યમ કોલોની હારમોની એપાર્ટમેન્ટ વગેરે વિસ્તાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.