પાકની ફરી ના પાક હરકત:ઓખાના દરિયામાં માછીમારી કરવા ગયેલા 7 માછીમારોનું પાકિસ્તાનની એજન્સીએ અપહરણ કર્યુ

જામનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુલસી મૈયા નામની બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું
  • દરિયામાં માછીમારોની બોટનું એન્જીન ખરાબ થઈ જતા ફસાઈ ગયા હતા

દ્વારકાના ઓખા બંદરમાં મોટી સંખ્યામાં ગુજરાતભરમાંથી માછીમારો બોટ લઈ અહીં માછીમારી કરવા આવે છે. ત્યારે માછીમારોની બોટ માછીમારી કરવા દરીયામાં ગયા હતા ત્યારે પાકિસ્તાની એજન્સી દ્વારા બોટનું અપહરણ કરવામાં આવ્યું છે.

18 તારીખે માછીમારી કરવા ગયા હતા

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઓખા બંદરની તુલસી મૈયા નામની IND GJ 11 MM 1591 નામની બોટ તા.18.01.22 ના રોજ ઓખાથી માછીમારી કરવા માટે ગઈ હતી. આ બોટમાં સાત ખલાસી ક્રુ મેમ્બર માછીમારી કરવા ગયા હતા. જે બોટનું એન્જિન દરિયા અંદર ખરાબ થઈ જતા દરિયામાં ફસાઈ હતી. ત્યારે આજ રોજ તા.28.01.2020 ના રોજ પાકીસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે આ બોટનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ

ફાઇલ તસ્વીર
ફાઇલ તસ્વીર

ઉલ્લેખનીય છે કે, એક તરફ પાકિસ્તાન ભાઈચારાની વાત કરે છે. દુનિયાને દેખાડવા થોડા દિવસ અગાઉ ભારતના 20 માછીમારોને છોડી મુક્યા હતા. ત્યારે બીજી તરફ દરીયા અંદર મુસીબતમાં ફસાયેલા માછીમારોનું અપહરણ કર્યુ છે. આ બોટ મુળ માંગરોળના વત્સલ પ્રેમજીભાઇ થાપણીયાની છે. જે બોટ ઓખા ખાતે માછીમારી કરવા આવી હતી.

માછીમારો બપોર બાદ સંપર્ક વિહોણા થયા

આજે બપોર સુધી બોટમાં માછીમારો અને બોટ માલિક સાથે વાતચીત થઈ રહી હતી. માછીમારો અને બોટ માલિક સાથે વાતચીત ચાલુ હતી તે દરમિયાન માછીમારો ના કહેવા મુજબ સામેથી પાકિસ્તાની એજન્સીઓની બોટ આવી રહી છે ત્યારે બોટના માલિકે કહ્યું કે તમે ગમે તેમ કરીને જીવ બચાવી લો પણ બોટનું એન્જિન જામ થઈ જતા બંધ પડી ગયું હતું. ત્યારબાદ માછીમારો અને બોટ વચ્ચે કોઈ પણ જાતનો કોન્ટેક થયો ન હતો અને સંપર્ક વિહોણા થયા હતા. તેવી માહિતી આધારભૂત સુત્રો પાસેથી મળી હતી.

અન્ય સમાચારો પણ છે...