તપાસ:2.37 કરોડના ઠગાઈ પ્રકરણમાં આરોપી સૂત્રધાર વેપારીના 7 દિવસના રિમાન્ડ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • લોભામણી સ્કીમના ઓઠા તળે માતબર રકમ પડાવવા અંગેના કેસમાં હજુ બે આરોપી ફરાર
  • લસ્સીના વિક્રેતા આરોપી વેપારીની ઘનિષ્ઠ પુછપરછ શરૂ થઈ, બે નિવૃત શિક્ષકોની શોધખોળ હાથ ધરાઈ

જામજોધપુરના એક આસામી સહિતના રોકાણકારોને આકર્ષક વળતરની ખાતરી આપી સ્ટેમ્પ પેપર પર લખાણ સાથે ચેકો આપી વિશ્વાસ કેળવ્યા બાદ રકમ કે વળતર નહી ચુકવી રૂ.2.37 કરોડની છેતરપીંડી આચર્યાના પ્રકરણમાં પોલીસે આરોપી ત્રિપુટી પૈકી સુત્રધાર મનાતા જામનગરના છાશ-લસ્સીના વેપારીની ધરપકડ કરી હતી જેને અદાલતમાં રજુ કરી તેના સાત દિવસના રીમાન્ડ મેળવી સધન પુછપરછ હાથ ધરી છે.જયારે અન્ય બે આરોપી નિવૃત શિક્ષકો સંભવત વિદેશ ભણી નાશી જવાની વેતરણમાં હોવાની આંશકા સાથે પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં લીમડા લાઇનમાં રહેતા અને લાલ બંગલા સર્કલ પાસે છાશ લસ્સીનુ વેચાણ કરતા વેપારી ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા ઉપરાંત તેના બે મદદગાર નિવૃત શિક્ષક નિઝાર સદરૂદીન આડતીયા(રે.મહિલા કોલેજ પાછળ,ઇન્દ્રદિપ સોસાયટી) અને નિવૃત શિક્ષક દોલત દેવાનદાસ આહુજા (રે. વાલકેશ્વરી સોસાયટી) સામે જામજોધપુર પોલીસ મથકમાં રૂ.2.37 કરોડની છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

જે પ્રકરણમાં જામજોધપુરના આસામી શિક્ષક હિમાંશુભાઇ મહેતા દ્વારા નોંધાવાયેલી ફરીયાદના આધારે ર ગ્રામ્યના ડીવાયએસપી કૃણાલ દેસાઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.વી. ઝાલા અને મદદનીશ પી.પી. જાડેજા સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. પોલીસે સુત્રધાર મનાતા આરોપી ભાવેશ પ્રવિણચંદ્ર મહેતની ધરપકડ કરી લીઘી હતી જેના કોવિડ પરીક્ષણ બાદ દશ દિવસની રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરવામાં આવ્યો હતો જેમાં સાત દિવસના રીમાન્ડ મંજુર થયા છે.

આથી પોલીસે અન્ય આરોપીઓના સગડ મેળવવા તેમજ રકમની રીકવરી સહીતના મુદદાઓને આવરી તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.પોલીસે આરોપીના રહેણાંક ઉપરાંત્ ધંધાના સ્થળે તપાસ સાથે બેન્ક ખાતાઓ વગેરે વિગત તપાસવા માટે તજવિજ હાથ ધરી હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે. બીજી બાજુ પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય બે આરોપીઓ ભાગી છુટયા છે,જે વિદેશ જવાની વેતરણમાં હોવાની આશંકાના પગલે પોલીસે એ દિશામાં પણ તપાસ લંબાવી છે.

ભોગ બનનાર રોકાણકારો સામે આવે, પોલીસ તંત્રનો જાહેર અનુરોધ
ચકચારી ઠગાઇ પ્રકરણમાં જામજોધપુરના આસામી સહિત અંદાઝે 200 લોકો ફસાયા હોવાનુ તારણ સામે આવ્યુ છે.જે તે ભોગગ્રસ્ત લોકોએ ગ્રામ્ય ડીવાયએસપી,એલસીબી કે જામજોધપુર પોલીસનો સંપર્ક સાધવા પોલીસે જણાવ્યુ છે.

ભાણવડ-ખંભાળિયાના 200 લોકો ફસાયા
પોલીસની પ્રાથમિક તપાસમાં ઉકત કૌભાંડમાં જામજોધપુર તેમજ ભાણવડ,ખંભાળિયા ,ધોરાજી,ઉપલેટા જેતપુર અને અમદાવાદ સહિતના ગામોમાં લગભગ બસ્સો જેટલા રોકાણકારો ઠગાઇનો ભોગ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...