કાલાવડના ડેરી ગામે ભગત પીપળીયા તરફ જવાના જુના માર્ગે માર સીમ વિસ્તારમાં એક વાડીએ આવેલ પાકા મકાન પાસે અમુક શખસો તીનપતીનો રોનનો જુગાર રમી પૈસાની હારજીત કરી જુગાર રમે છે તેવી બાતમી પરથી પોલીસે રેઇડ કરતાં સાત ઇસમો તીનપતીનો જુગાર રમતા માલુમ પડ્યા હતા.
આથી પોલીસે ધર્મેન્દ્રસિંહ ભગુભા જાડેજા, પંકજભાઈ મનસુખભાઈ કાછડીયા, અતુલભાઈ પાલાભાઇ સાગઠીયા, વસંતભાઈ બાબુભાઈ રાંક, કેશવજીભાઈ ડાયાભાઈ ચાવડા, ભીમજીભાઈ વલ્લભભાઈ કોઠીયા તથા રાજેશભાઈ રામજીભાઈ રંગપરા વગેરેને રૂા.47,160 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.