તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:બિલ્ડર પર ફાયરિંગ કેસમાં 7 આરોપી જેલમાં ધકેલાયા, અગાઉ રેકી કરાઈ, વધુ 7 ની શોધખોળ

જામનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

જામનગરના ઇવા પાર્કમાં દોઢ સપ્તાહ પુર્વે એક બિલ્ડર પર ફાયરીંગના પ્રકરણમાં અગાઉ પોલીસે સુત્રધાર સહિત સાત આરોપીના દશ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી હતી.જે રીમાન્ડની મુદત પુર્ણ થતા સાતેયને જેલ હવાલે કરાયા છે.શહેર ઇવા પાર્ક વિસ્તારમાં બિલ્ડર જયસુખભાઇ ઉર્ફે ટીનાભાઇ પેઢડીયા પર ફાયરીંગ કરી હત્યાના પ્રયાસ પ્રકરણમાં પોલીસે ગુન્હાહિત કાવતરૂ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસે સુત્રધાર ભરત ઉર્ફે કચો ચોપડા , મયુર હાથલીયા, દિપ હડીયા, સુનિલ કણજારીયા, સુનિલ ઉર્ફે જાંબુ નકુમ, કરણ ઉર્ફે કારો કેસરીયો, ભીમશી કરમુર વગેરેને પકડી પાડયા હતા.

જેમાં પોલીસે સાત આરોપીના દશ દિવસના રીમાન્ડ મેળવી સધન પુછતાછ હાથ ધરી હતી.સુત્રધાર ભરત ઉર્ફે કચો ભુમાફિયા જયેશ પટેલ સાથે વોટસ એપ કોલિંગથી વાતો કરતો હોવાનુ હત્યા માટે સોપારી પણ નકકી થઇ હોવાનુ સામે આવ્યુ હતુ.જયારે સુત્રધારને આંગડીયા મારફતે મળેલા પાંચ લાખની ભાગબટાઇ કરાઇ હોવાનુ પણ બહાર આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો