તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા જૂનીના એંધાણ:જામનગર પાલિકાની ચૂંટણીમાં 5માં દિવસે 69 ફોર્મ ભરાયા, જંગ રોચક બની રહેશે

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ
 • સૌથી વધુ ફોર્મ વોર્ડ નં.13માં ભરાયા: વોર્ડ 1 અને 5 માં હજુ સુધી એકેય નામાંકન નહીં

જામનગર મહાનગરપાલિકાના રસપ્રદ ચૂંટણી જંગમાં પાંચમા દિવસે 69 ફોર્મ ભરાયા હતાં. સૌથી વધુ ફોર્મ વોર્ડ નં.13 માં ભરાયા છે. જયારે વોર્ડ નં.1 અને 5 માં હજુ સુધી એકેય ફોર્મ ભરાયું નથી. શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હોય નવા જૂનીના એંધાણની શકયતા નકારી શકાતી નથી.

જામનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ વધુ રોચક બની છે. આ સ્થિતિમાં ચૂંટણીમાં ફોર્મ ભરવાના પાંચમા દિવસે કુલ 69 ફોર્મ ભરાયા હતાં. જેમાં વોર્ડ નં. 2 માં 1, વોર્ડ નં.3 માં 13, 4 માં 2, 6 માં 7, 7 માં 5, 8 માં 7, 9 માં 3, 10માં 4, 11 માં 3, 12 માં 7, 13માં 2, 14 માં 3, 15 માં 9 અને વોર્ડ નં. 16 માં 3 ફોર્મનો સમાવેશ થાય છે. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય ભાજપ-કોંગ્રેસમાં જૂથવાદના કારણે નવા-જૂનીના એંધાણની શકયતા નકારી શકાતી નથી.

જામ્યુકોની ચૂંટણી, 5 ફ્રેબુઆરી સુધીમાં ક્યાં વોર્ડમાંથી કેટલા ફોર્મ ભરાયા

વોર્ડભરાયેલા ફોર્મઉમેદવાર
100
211
31310
41411
500
688
755
888
943
1044
1133
1277
1343
1444
1599
1633

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો