2-2 કરોડ મંજૂર:જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરની ફરિયાદના નિકાલ માટે 68.42 લાખ ખર્ચાશે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુદા-જુદા વોર્ડમાં પેવર બ્લોકની કામગીરી માટે 2-2 કરોડ મંજૂર

જામનગરમાં ભૂગર્ભ ગટરની સફાઈ લગત ફરિયાદના નિકાલ માટેની દરખાસ્ત અન્વયે નોર્થ ઝોન માટે રૂ.19.20 લાખ, વેસ્ટ ઝોન માટે રૂ.11.92 લાખ, ઈસ્ટઝોન માટે રૂ.19.76 લાખ અને સાઉથ ઝોન માટે રૂ. 19.54 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્કમાં યોગા હોલને આઝાદીના મેમોરીયલ તરીકે વિકસાવવા માટે ઈન્ટીરીયર અને ફિનીંશીંગ કામ માટે રૂ.31.68 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.

વોર્ડ નં.16માં વૃન્દાવન પાર્ક-2 થી મંગલદિપ વચ્ચે ડી.પી. રોડ સુધી મોદી સ્કૂલ પાસે સીસી રોડના કામ અંગે રૂ.32.82 લાખ મંજુર કરાયા હતાં. લાલપુર બાયપાસ પાસે કુમાર-કન્યા છાત્રાલયને જોડતા સીસી રોડના કામ માટે રૂ. 40.53 લાખ, માળખાકિય સુવિધાની ગ્રાન્ટ અન્વયે વોર્ડ નં.14માં નવાનગર બેન્કથી દિ. પ્લોટ 49 સુધી સીસી રોડના કામ માટે રૂ.1.12 કરોડ, વોર્ડ નં.16 માં પટેલ પાર્કની સરસ્વતી પાર્કના ખુણા સુધી રામવાડી પાછળના રોડમાં સીસી રોડના કામ માટે રૂ.65.47 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત ઈસ્ટ ઝોન વોર્ડ નં. 11ની ખાનગી સોસાયટીઓમાં, ગુજ. હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોક ભાગીદારીથી માળખાકિય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સીસી રોડ, સીસી બ્લોક (પેવર બ્લોક)ના કામ માટે રૂ.2 કરોડની રકમ મંજુર કરવામાં આવી હતી. તેવી જ રીતે વોર્ડ નં.10, 7, 1, 9, 5, 3, 2, 16, 8, 12, 4 માટે પણ બે -બે કરોડ મંજુર કરવામાં આવ્યા હતાં.

વોર્ડ નં.2 માં રાંદલ નગર પાંચ બંગલાથી બાપા સીતારામ મઢુલી સુધી સીસી રોડ બનાવવા માટે રૂ. 40.07 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.11 માં રાજમોતી-1 થી મોહનનગર થઈ નવનાલા વોકળા સુધી વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ તથા વોટર હાર્વસ્ટીંગના કામ માટે રૂ.14.17 લાખનો ખર્ચ મંજૂર થયો હતો.

79-વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યને ફાળવેલી ગ્રાન્ટમાંથી જુદા-જુદા સ્થળે સીસી રોડ પેટે રૂ. 2 કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં.4માં રામેશ્વરનગર પાછળ મધુરમ સોસાયટીમાં સીસી રોડ માટે રૂ.58.55 લાખનો ખર્ચ, વોર્ડ નં. 11માં વિભાપર સ્કૂલ સામે ક્રિષ્ના પાર્ક રોડ તરફ જતા પુલના કામ બનાવવાના કામ માટે રૂ.15 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. વોર્ડ નં.8માં સરદારનગર પાસેથી અયોધ્યાનગર રામ મંદિરવાળી શેરીના છેડા સુધી સીસી રોડ માટે રૂ.35.65 લાખના ખર્ચ મંજૂર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...