તંત્રની નબળી કામગીરી:1,113 ઘરમાં મચ્છરોના પોરા મળ્યા સપ્તાહમાં 65,000 ઘરનો સર્વે કરાયો

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રોગચાળો વકરતા સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
  • શહેરમાં ઓગષ્ટ મહિનામાં ડેન્ગ્યુના 30 કેસની સામે સપ્ટેમ્બરમાં 12 દિવસમાં 12 કેસ નોંધાતા શહેરીજનોમાં ચિંતાની લાગણી

જામનગર શહેરમાં ઓગષ્ટ મહિનામાં ડેન્ગ્યુના 30 કેસની સામે સપટેમ્બર મહિનામાં 12 દિવસમાં 12 કેસ નોંધાતા શહેરીજનોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે. જામનગરમાં ભેજવાળા અને વાદળછાયા વાતાવરણના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે ઠેર-ઠેર મચ્છરોનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. સાંજના સમયે તો જાહેર સ્થળો પર મચ્છરોના કારણે બેસી શકાતું નથી. જેના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. કારણ કે, શહેરમાં ઓગષ્ટ મહિનામાં ડેન્ગ્યુના 30 કેસની સામે સપટેમ્બરમાં 12 દિવસમાં 12 કેસ નોંધાયા છે.

આ સ્થિતિમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 12 ટીમ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે સપ્તાહમાં શહેરમાં 65000 ઘરનો સર્વે કરાયો હતો. જેમાં 1113 ઘરમાં મચ્છરોના પોરા મળી આવ્યા હતાં. આથી ફીવર સર્વેલન્સ, એન્ટીલાર્વલ, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

શહેરમાં ઠેર-ઠેર ભરાતા પાણી, ખુલ્લી કેનાલ મચ્છરોના ઉત્પતિ સ્થાન
જામનગર શહેરમાં ઠેર-ઠેર ભરાતા વરસાદી પાણી અને ગંદા પાણીના નિકાલની ખુલ્લી કેનાલો મચ્છરોના ઉત્પતિ સ્થાન બન્યા છે. તદઉપરાંત માર્ગો પર ભરાતા પાણીના ખાબોચિયા, સેલરમાં ભરાતા પાણી અને શહેરીજનો દ્વારા દાખવામાં આવતી બેદરકારીના કારણે પણ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.

12 દિવસમાં ડેન્ગ્યુના કેસમાં 7 ટકાનો ઉછાળો
જામનગર શહેરમાં જુલાઇ મહિનામાં ડેન્ગ્યુના ફકત 5 કેસ નોંધાયા હતાં. જેની સામે ઓગષ્ટ મહિનામાં 19 કેસ નોંધાયા હતાં. એટલે કે એક મહિનામાં ડેન્ગ્યુના કેસ 3 ગણા થઇ ગયા હતાં. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના કેસ ઘટવાને બદલે 7 ટકા વધ્યા છે. કારણ કે, 12 દિવસમાં શહેરમાં 12 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...