જામનગર માઅધિક નિવાસી કલેકટર બી.એન. ખેરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે 'સુજલામ સુફલામ જળ અભિયાન-2022' સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનમાં સમાવિષ્ટ લોકભાગીદારીના કાર્યોની સમીક્ષા તેમજ રૂ.63.46લાખના નિર્માણાધીન કાર્યોને મંજૂરી કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાના 6 તાલુકામાં કુલ 45 કામો હાથ ધરવામાં આવશે. કાલાવડ તાલુકામાં 3 કામ, ધ્રોલ તાલુકામાં 14 કામો, જામજોધપુર તાલુકામાં 4 કામો, લાલપુર તાલુકામાં 11 કામો, જામનગર ગ્રામ્યમાં 11 કામો અને જોડિયા તાલુકામાં 2 કામો હાથ ધરવામાં આવશે. સુજલામ સુફલામ જળ અભિયાન-2022માં સમાવિષ્ટ કાર્યોમાં તળાવ ઊંડું ઉતારવું, પી.ટી. અને ચેકડેમ ડિસીલ્ટીંગ- આ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નિયામક ચૌધરી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આયોજન અધિકારી, કાર્યપાલક ઇજનેર એસ.એમ. હરદયા, મદદનીશ ઇજનેર એચ.એમ. દુધાત્રા, જિલ્લા તિજોરી અધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.