તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભંડારો:જામનગરની 14 ગૌશાળામાં વરૂણદેવને રીઝવવા ઘઉંના 6000 લાડુનું વિતરણ કરાશે

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની વેપારી સંસ્થા સીડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશનનું સ્તુત્ય કાર્ય

જામનગરમાં વરૂણદેવને રીઝવવા વેપારી સંસ્થા સીડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસોસીએશન દ્વારા ભંડારો આયોજન કરાયું છે. જે અંતર્ગત જામનગરની 14 ગૌશાળામાં ઘઉંના 6000 લાડુનું વિતરણ કરાશે. લાડુ બનાવામાં 600 કીલો ઘઉંનો લોટ, 500 કીલો ગોળ, 120 કીલો તેલનો ઉપયોગ કરાયો છે.જામનગરમાં દર વર્ષે વેપારી સંસ્થા ધી સીડસ એન્ડ ગ્રેઇન મરચન્ટ એસો. દ્વારા વરૂણદેવને રીઝવવા અષાઢી બીજના ભંડારાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત બુંદીના લાડુ અને ગાંઠિયાનું વિતરણ શહેરની જુદી-જુદી સંસ્થાઓ અને ગરબી માણસોને કરવામાં આવતું હતું.

પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કારણે જામનગરની ગૌશાળઓમાં ગાયને ઘઉંના લોટના લાડુનું વિતરણ કરાશે. 600 કીલો ઘઉંનો લોટ, 500 કીલો દેશી ગોળ અને 120 કીલો તેલનો ઉપયોગ કરી 6000 ઘઉંના લાડુ બનાવામાં આવ્યા છે. જેનું 11 જુલાઇથી ઢીંચડા અને ધોરીવાવમાં આવેલી આણદાબાવા ગૌશાળા, વચ્છરાજ ગૌશાળા, મોટી હવેલી ગૌશાળા, હાપા જલારામ મંદિર, કબીર આશ્રમ ગૌશાળા, પ્રણામી મંદિરની ગૌશાળા, પાંજરાપોળ, ખોડીયાર કોલોની ગૌશાળા, દરેડ સહિત 14 ગૌશાળામાં વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...