તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનેરી સેવા:જામનગરમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને 600 કીટ અર્પણ કરાઇ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર વકીલ મિત્ર મંડળ દ્વારા કરાતું આયોજન, પોલીસ વિભાગને સુપ્રત કરાઇ

જામનગરમાં હાલ કોરોના મહામારી સંદર્ભ ફન્ટલાઇન વોરિયર્સ જેવા કે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સફાઈ કામદારો, આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ પોતાના પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવી રહ્યા છે ત્યારે વકીલ મિત્ર મંડળ દ્વારા 600 કીટ તૈયાર કરી જામનગર પોલીસ વિભાગના ડીવાયએસપી સહિતના અધિકારીઓને સુપ્રત કરવામાં આવી હતી.

જામનગર વકીલ મિત્ર મંડળ દ્વારા ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોતાની પરવા કર્યા વિના ફરજ બજાવી રહયા છે. જેમાં ડોકટર્સ, નર્સિગ સ્ટાફ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીની સરાહનાના ભાગરૂપે જામનગર વકીલ મિત્ર મંડળ દ્વારા 600 કીટ તૈયાર કરી હતી. આ કીટમાં હાલની મહામારી બીમારી સામે પ્રોટેક્શન મેળવવા માટે ઉપયોગી મલ્ટી વિટામીનના 600 બોક્સ, કપૂર, અજમા, લવિંગની પોટલીઓ, 600 સેનેટાઈઝર તથા માસ્ક સાથેની કીટ જામનગરના ડીવાયએસપી જે.એસ. ચાવડાને સુપ્રત કરવામાં આવી હતી.

આ કાર્યમાં વકીલ મિત્ર મંડળના સભ્યો વકીલ હેમલ ચોટાઈ, રાજેશ ગોસાઈ, વિરલ રાચ્છ, રાજેશ કનખરા, આરીફ ગોદર, પિયુષ ભોજાણી, વસંત ગોરી, મિલન પારેખ જોડાયા હતાં અને કિટ તૈયાર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...