પ્રત્યક્ષ તાલીમ:જામનગર ITIની 60 તાલીમાર્થી બહેનો જી.જી.હોસ્પિટલમાં પ્રત્યક્ષ આરોગ્યલક્ષી તાલીમ મેળવશે

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાયનેક વોર્ડ, ડ્રેસિંગ રૂમ, મેડિકલ વેસ્ટ રૂમ સહિતના વિભાગની કામગીરીના પાઠ ભણશે

જામનગરની આઈટીઆઈમાં ચાલતા જનરલ ડ્યુટી આસિસ્ટન્ટના તાલીમાર્થીઓને પ્રત્યક્ષ તાલીમ મળે તે હેતુથી શહેરની જી.જી.હોસ્પિટલ માં 7 દિવસ સુધી તાલીમ માટે મોકલવામાં આવશે. જેમાંM તાલીમાર્થીઓને હોસ્પિટલ ના ગાયનેક વોર્ડ, ડ્રેસિંગ રૂમ સહિતના વિભાગમાં તાલીમ આપવામાં આવશે.

જામનગરની આઈટીઆઈમાં ફેબ્રુઆરી-2022થી જનરલ ડ્યુટી આસિસ્ટન્ટનો ટૂંકા ગાળાનો કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્ષ આરોગ્યને લાગતો હોવાથી તાલીમાર્થીઓને પ્રત્યક્ષ તાલીમ મળે તે હેતુથી શહેરની જી.જી.હોસ્પિટલ સાથે જોડાણ કરી આ કોર્સનો અભ્યાસ કરી રહેલી 60 તાલીમાર્થીઓને હોસ્પિટલમાં 7 દિવસ માટે ચાલુ ફરજે તાલીમ માટે મોકલવામાં આવી છે.

જી. જી. હોસ્પિટલના અલગ અલગ વોર્ડ જેવાકે ગાયનેક વોર્ડ, ડ્રેસિંગ રૂમ, બેડ સાઇડ કેર રૂમ, બાયો મેડિકલ વેસ્ટ રૂમ, હાઉસ કીપિંગ ઇસીજી રૂમ, અને પ્લાસ્ટર રૂમ જેવા વિભાગમાં અલગ અલગ દિવસે પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવશે. આઇટીઆઇ હરેશભાઈ મકવાણા કો ઓર્ડિનેટરની ભૂમિકા નિભાવશે. હાલમાં 1 બેચ તાલીમ લઈ રહ્યો છે. આગામી સમયમાં અન્ય બેચ તાલીમ લેશે તેમ આઇટીઆઇના આચાર્ય એમ.એમ.બોચીયા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...