તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ઠંડીથી બચવા 60 લોકોનો રેનબસેરામાં આશરો, સ્તુત્ય કાર્ય : અહીં લોકોને સૂવા-ઓઢવાની સાથે બે ટાઈમ જમવાનું, નાસ્તો, ચાની સુવિધા ઉપલબ્ધ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે અને હજુ આગામી દિવસોમાં પણ વધુ ઠંડી પડવાની શક્યતાઓ છે ત્યારે મહાપાલિકા દ્વારા બનાવવામાં આવેલા રેનબસેરા ઘરવિહોણા લોકો માટે આશીર્વાદરૂપી સાબિત થઈ રહ્યા છે. અહીં સૂવા, ઓઢવાની સાથોસાથ બન્ને ટાઈમ જમવાની, નાસ્તાની વ્યવસ્થા સુપેરે રીતે કરવામાં આવી રહી છે. અત્યારે રેનબસેરામાં 60 લોકો આશરો લઈ રહ્યા છે.

હાપા નજીક રેનબસેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ઘરવિહોણા તેમજ ભિક્ષુક માટે ઠંડીથી બચવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં પલંગની સાથોસાથ ગાદલા અને ઓઢવા માટે ધાબળા આપવામાં આવે છે. તેમજ બન્ને ટાઈમ જમવા માટે હાપા જલારામ મંદિર દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે. બે ટાઈમ ચા અને નાસ્તો સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવે છે. રેકોર્ડબ્રેક ઠંડીથી અહીં 60 લોકો આશરો લઈ રહ્યા છે જેમનો તમામ પ્રકારનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. ઠંડીમાં ઘરવિહોણા લોકો માટે રેનબસેરા આશીર્વાદરૂપી સાબિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો