તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીનો બીજો તબક્કો વધુ ઘાતક:જામનગરમાં 24 કલાકમાં કોરોનાના 60 કેસ, 6 મોત, જિલ્લામાં રોજ 4,000ના ટેસ્ટીંગ માટે તંત્ર ઉંધા માથે

જામનગર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • જી.જી.માં 40-50 ની OPD 1 જ દિ’માં 216 પર પહોંચી, શહેરમાં ભીડભાડની સ્થિતિ ટાળો
 • પોઝિટિવ સામે ડિસ્ચાર્જના દરમાં ઘટાડો ચિંતાજનક
 • સંક્રમણે માઝા મૂકતા નિયમના પાલનની સાથે વેક્સિનેશન કરાવવા કલેકટરનો અનુરોધ
 • કોરોનાની ઓપીડીમાં 5 ગણા દર્દીઓ વધી ગયા એ બાબત સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું હોવાનો બોલતો પુરાવો

જામનગરમાં કોરોનાનો બીજો તબકકો વધુ ઘાતક બન્યો છે. કારણ કે, સંક્રમણ જેટગતિએ ફેલાતા 24 કલાકમાં 6 દર્દીના મોત નિપજયા છે તો 60 પોઝિટિવ કેસ નોંધાયા છે. જી.જી.ની કોવીડ હોસ્પિટલમાં 40-50 ની ઓપીડી વધીને એક દિવસમાં 216 પર પહોંચી છે અને સંક્રમણે માઝા મૂકતા નિયમના પાલનની સાથે વેકસિનેશન કરાવવા કલેકટરએ લોકોને અનુરોધ કર્યો છે. જિલ્લામાં દરરોજ 4000 લોકોનું ટેસ્ટીંગ કરવા તંત્ર ઊંધા માથે કામ પોઝિટિવ કેસની સામે દર્દીઓના ડિસ્ચાર્જના દરમાં ઘટાડો ચિંતાજનક બન્યો છે.

જામનગરમાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ રોકટગતિએ વધી રહ્યું છે. કારણ કે, ગુરૂવારે ફકત 24 કલાકમાં શહેરમાં 34 અને જિલ્લામાં 26 મળી કુલ 60 પોઝિટિવ કેસ નોંધાયા છે. આટલું જ નહીં જી.જી.હોસ્પિટલના કોરોના વોર્ડમાં બુધવારે રાત્રીથી ગુરૂવારે સાંજ સુધીમાં 6 દર્દીના મોત નિપજયા છે. જેની સામે શહેરમાં 23 અને જિલ્લામાં 22 મળી કુલ 45 દર્દીએ મહામારીને હરાવતા ડિસ્ચાર્જ કરાયા છે. શહેર-જિલ્લામાં કોરોનાએ માઝા મૂકતા જિલ્લા કલેકટર રવિશંકરે બીજા તબકકામાં ઝડપથી વકરી રહ્યાનું જણાવી માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને ભીડ નહીં કરવા લોકોને અનુરોધ કર્યો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોનાની ઓપીડીમાં ચારથી પાંચ ગણા દર્દી વધતા આ બાબત ચિંતાજનક છે. દરરોજ નવા સંક્રમિત કેસની સંખ્યા વધી રહી છે. બુધવારની સ્થિતિએ જી.જી. હોસ્પિટલમાં 246 દર્દી સારવાર હેઠળ હોય જે દર્શાવે છે કે સ્થિતિ બગડી રહી છે. એક સમયે જી.જી.ની કોવીડ હોસ્પિટલમાં 40 થી 50 દર્દીની ઓપીડી હતી. પરંતુ બુધવારે 216 દર્દી ઓપીડીમાં નોંધાયા હતાં જે સંક્રમણની ઝડપ દર્શાવે છે.

જામનગર શહેર-જિલ્લામાં 31 માર્ચ સુધીમાં 1,43,400 લોકોએ પ્રતિરોધક રસી લીધી
​​​​​​​જામનગર શહેર-જિલ્લામાં કોરોના વાઈરસ વકરે નહીં તે માટે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કોરોના પ્રતિરોધક રસી મૂકાવે તે જરૂરી છે. બુધવાર સુધીમાં જિલ્લામાં 1,43,400 વેક્સિનેશન થઈ ચૂક્યું છે. શહેરમાં 42226 અને જિલ્લામાં 93,269 લોકોએ રસી લીધી છે. જેમાં 45 થી 59 વર્ષના કોમોર્બિડ, સિનિયર સીટીઝન, ફ્રન્ટલાઇન વર્કર્સ અને આરોગ્ય કર્મીનો સમાવેશ થાય છે.

પ્રથમ દિવસે 45 વર્ષથી વધુ વયના 5600 લોકોએ રસી મૂકાવી
​​​​​​​રાજયની સાથે જામનગર શહેર-જિલ્લામાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે રસી આપવાનું શરૂ કરાયું છે. ત્યારે પ્રથમ દિવસે જામનગર શહેરમાં 1800 થી વધુ અને જિલ્લામાં 3800 થી વધારે 45 વર્ષથી વધુ વયના લોકોએ કોરોના પ્રતિરોધક રસી લીધી હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું.

રોજ 3200 આરટીપીસીઆર, 800 એન્ટીજન ટેસ્ટ કરાશે
​​​​​​​જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, કોરોના કેસ વધતા શહેર-જિલ્લામાં દરરોજ 4000 ટેસ્ટ કરવામાં આવશે. જેમાં 3200 આરટીપીસીઆર અને 800 એન્ટિજન ટેસ્ટનો સમાવેશ થાય છે. બુધવારથી 45 વર્ષથી વધુ વયની કોઈપણ વ્યક્તિને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે. શહેરમાં 27 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 256 સ્થળે વેક્સિનેશન કામગીરી થતી હોય, લોકો સત્વરે વેક્સિનેશન કરાવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો