તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાળાઓ શરૂ:જામનગરમાંથી ધોરણ 6 થી 8 શાળાઓ શરૂ, ક્લાસરૂમમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરી બેઠક વ્યવસ્થા કરાઈ

રાજ્યભરમાં ધો. 6થી 8ની શાળાઓ શરૂ થઇ ચૂકી છે. લાંબા સમય બાદ શાળાઓ શરૂ થતાં બાળકોમાં આનંદ જોવા મળી રહ્યો હતો. જામનગરમાં ધો. 6થી 8ના ક્લાસ શરૂ થતાં બાળકોમાં અનેરો આનંદ હતો.

ક્લાસરૂમમાં માસ્ક પહેરી અને સોશિયલ ડીસ્ટન પાલન કરી ક્લાસ ના વર્ગો શરૂ
ક્લાસરૂમમાં માસ્ક પહેરી અને સોશિયલ ડીસ્ટન પાલન કરી ક્લાસ ના વર્ગો શરૂ

સાથોસાથ કોરોનાની ઝપેટમાં બાળકો ન આવે તેની સાવચેતી પણ શાળા પ્રશાસન દ્વારા રાખવામાં આવી હતી. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે કરવામાં આવી હતી. સેનિટાઇઝનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા.

જામનગર સહિત કોરોના ના કારણે શિક્ષણ શાળાઓ લાંબા સમય સુધી બંધ રહી હતી ત્યારબાદ થોડા દિવસો પહેલા ધોરણ 10 થી 12ના વર્ગો સરકારની ગાઈડલાઈન મુજબ શરૂ કરાઇ હતી અને એ પછી ધોરણ 9 ને પુનઃ શરૂ કરવામાં આવી હતી. દરમ્યાન હાલ કોરોના ઓછો પડ્યો હોય જેથી સરકાર દ્વારા માર્ગદર્શીકા જાહેર કરી સોશિયલ ડિસ્ટન અને નિયમોનું ચુસ્ત પાલન કરવાની સૂચના આપવામાં આવી હતી અને આજથી જામનગરમાં ધોરણ 6 થી 8ના વર્ગો માટે શાળાઓએ ગાઇડલાઇન મુજબ શરૂ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો