જામનગર જિલ્લામાં જુગારની મોસમ પૂરબહારમાં ચાલી રહી હોય પોલીસે સેતાલુસ, કાલાવડ, ખીજડીયા, ધ્રોલમાં 6 દરોડા પાડી 5 મહિલા સહિત 18 શખસોને પકડી પાડયા હતાં. દરોડા દરમ્યાન બે શખસો ફરાર થઇ ગયા હતાં. પોલીસે રોકડ, મોબાઇલ સહિત રૂ.64460ની મતા કબ્જે કરી હતી. લાલપુર તાલુકાના સેતાલુસ ગામે ચારણનેસમાં પોલીસે દરોડો પાડી કુંવરબેન દેવજોગભાઈ માતકા, જશુબેન સાકરભાઈ ખારવા, દેવુબેન હરદાસ ચારણ, બાઈરાજબા ધીરૂભા જાડેજા, રૂપલબેન મહેશભાઈને ગંજીપાના વડે જુગાર રમતા રંગેહાથ પકડી પાડી રૂ.11450 રોકડા કબ્જે કર્યા હતાં.
સેતાલુસના ચારણનેસમાં જ પાડવામાં આવેલા અન્ય દરોડામાં ઈમરાન ઉંમર મનસુરી, માણસુર બલુભાઈ સુમેત, રાયમલ લુણાભાઈ રાજાણી, ભરતસિંહ ધીરૂભા જાડેજા, વજા માણસુરભાઈ ઘોડા નામના શખસોને તીનપતીનો જુગાર રમતા પોલીસે પકડી પાડી રોકડ તથા ચાર મોબાઈલ મળી રૂ.41230નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કાલાવડમાં મછલીવડ રોડ પર જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતાં નરેન્દ્રભાઈ મગનભાઈ હીરપરા, વિનોદ મોહનભાઈ ઠુમ્મર, વિજય હસમુખભાઈ દેવમુરારી, અલ્પેશ મનસુખભાઈ અકબરી તથા વિશાલ પ્રવીણ સોલંકીને પકડી પાડી રૂ.11490 ની રોકડ કબ્જે કરી હતી. જામનગર તાલુકાના ખીજડિયા ગામે રોન પોલીસનો જુગાર રમતાં ભરતભાઈ માનસંગ, સંજય બચુભાઈ , જિતેન્દ્ર ઝવેરગર ગોસાઈ નામના ત્રણ શખ્સને પોલીસે પકડી પાડી રોકડા રૂ.12680 કબ્જે કર્યા હતાં. દરોડા દરમ્યાન ગડુ બચુભાઈ તથા રામા નામના બે શખ્સ નાસી ગયા હતાં.
ધ્રોલની ભરવાડ શેરીમાં પોલીસે દરોડો પાડી માંડાભાઈ ખીમાભાઈ ભરવાડ, મચ્છાભાઈ લીંબાભાઈ વરૂ, બાબુ બચુભાઈ ગોલતર, આંબાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ, પુનાભાઈ કરશનભાઈ વરૂ નામના પાંચને જુગાર રમતા પકડી પાડી રૂ.10380 રોકડા કબ્જે કર્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.