કોરોનાનો ફૂંફાડો:જામનગરમાં 6, જિલ્લામાં 4 પોઝિટિવ કેસ, સંક્રમણના 2 દિવસના ઘટાડા પર પાણી ફરી વળ્યું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોટાભાગના દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસના કોરોના સંક્રમણના ઘટાડા પર પાણી ફરી વળ્યું છે. કારણ કે, સોમવારે જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વિસ્ફોટ થતા શહેરમાં એકીસાથે 6 અને જિલ્લામાં 4 પોઝીટીવ કેસ નોંધાયા છે. જામનગરમાં 2 દિવસથી કોરોના મામલે થોડી રાહત જોવા મળી હતી. મંગળવારે કોરોનાની રાહત ઠગારી નીવડી હતી અને એકસાથે વધુ છ પોઝિટિવ કેસ સામે આવતાં મનપાનું આરોગ્યતંત્ર ફરીથી દોડતું થયું છે. જોકે મોટાભાગના દર્દીઓને હોમ આઇશોલેશનમાં રખાયા છે.

જિલ્લામાં 5 દિવસની રાહત પછી મંગળવારે 4 પોઝીટીવ કેસ સામે આવતાં જિલ્લા પંચાયતની આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જી.જી.ના કોવિડ-એ વિભાગમાં કોરોનાના 8 દર્દી સારવાર હેઠળ છે. જેમાં 6 કોરોના પોઝિટિવ દર્દી છે. જ્યારે બે દર્દી કે જેઓ હાલ નેગેટિવ થઈ ગયા છે, પરંતુ તેઓને નાકમાં નળી મારફતે ઓક્સિજન થી સારવાર આપવામાં આવી રહી છે. મ્યુકર માઇકોસીસની બીમારીના કુલ 4 દર્દીને જી.જી. હોસ્પિટલના ઇ.એન્ડ.ટી. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે, જે ચારેયની સર્જરી કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...