ધરપકડ:જામજોધપુરના વસંતપુર ગામે જુગાર રમતા 6 શખસો ઝડપાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા જાહેરનામા ભંગની પણ ફરિયાદ

જામજોધપુર તાલુકા મથકે વસંતપુર ગામ તરફના રસ્તે પોલીસે દરોડો અડધો ડઝન શખસોને પોલીસે 11 હજાર ઉપરાંતની રોકડ સાથે પકડી પાડ્યા છે. પોલીસે તમામની સામે જુગાર ધારા ઉપરાંત જાહેરનામાં ભંગની કલમ પણ ઉમેરી તમામની અટકાયત કરી હતી. જામજોધપુર તાલુકા મથકથી સાત કિમી દુર આવેલ વસંતપુર ગામ તરફના રસ્તે સ્થાનિક પોલીસે મંગળવારે ચોક્કસ હકીકતના આધારે દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન જાહેરમાં પાચીયા વાડી વિસ્તારમા આવેલ ધીરૂભાઇ ડેડાણીયાની વાડીમા આવેલ ઓરડીની બહાર એક બીજાની નજીક નજીક બેસી સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવી જાહેરનામાનો ભંગ કરી ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી હારજીત કરતા ધીરજભાઇ છગનભાઇ ડેડાણીયા, બાવનજીભાઇ નાગજીભાઇ ખાંટ, ફુલચંદભાઇ મોહનભાઇ વાછાણી, ટપુભાઇ કેશુરભાઇ ગંભીર, હરેશભાઇ ભવાનભાઇ ચૌહાણ, નરેશભાઇ રામજીભાઇ સોલંકીને 11,070ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામની સામે જુગાર ધારા કલમ- 12 તથા કોરોના ગાઈડલાઈન ભંગ અંગેનો ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...