જામનગર શહેરમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા વધુ 6 વિક્રેતાઓને જામનગર પોલીસે પકડી પાડયા હતાં. નવાગામ ઘેડમાં જાનવી સિઝન સ્ટોર નામની દુકાન ચલાવતો મહેશ પ્રવીણચંદ્ર મકવાણા પોતાની દુકાનમાં ગેરફાયદે ચાઈનીઝ પ્લાસ્ટિકના દોરા ની ચરખીઓનું વેચાણ કરી રહ્યો છે, તેવી બાતમીના આધારે એલસીબી ની ટુકડી એ ગઈકાલે દરોડો પાડયો હતો, અને ઉપરોક્ત દુકાનમાંથી 110 નંગ પ્લાસ્ટિકના દોરાવાળી ચરખી કબજે કરી લીધી છે, અને તેની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
આ ઉપરાંત જામનગરમાં કાલાવડ નાકા બહારથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના દોરાનું વેચાણ કરી રહેલા કાદરઅલી મહંમદભાઈ બ્લોચ નામના વેપારીને પોલીસે પકડી પાડ્યા છે, અને તેની પાસેથી પ્લાસ્ટિકના દોરાની માંજાની બે નંગ ચરખી કબ્જે કરી લીધી છે. નવાગામ ઘેડમાં રહેતા પરષોત્તમ ઉર્ફે જીતુ રમેશભાઈ કંટારીયાને 20 નંગ ચરખી સાથે પકડી પાડ્યો છે. કડિયાવાડમાં રહેતા અશ્વિન ઉર્ફે બકુલભાઈ રતિલાલ ખેતાણીને 3 પ્લાસ્ટિકના દોરા ની ચરખી સાથે ઝડપી લીધો છે. જામનગર શહેર ઉપરાંત જામજોધપુરમાં જકાતનાકા પાસેથી જાહેરમાં પતંગ દોરા નું વેચાણ કરનારા સંજય રસિકભાઈ સોલંકી ને પ્લાસ્ટિકના દોરાની ચરખી સાથે પોલીસે ઝડપી લીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.