સર્વેલન્સ ટીમની કામગીરી:ફલ્લા નજીક કારમાંથી રૂા.6 લાખ રોકડા મળી આવ્યા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી ખુલાસો ન કરી શકતા રકમ જમા લેવાઈ
  • ચૂંટણી સ્ટેટસ્ટીક સર્વેલન્સ ટીમની કામગીરી

જામનગર નજીક આવેલા ફલ્લા ગામ પાસેથી શંકાસ્પદ રીતે નીકળેલી ઈનોવા કારને ચૂંટણી સ્ટેટસ્ટીક સર્વેલન્સ ટીમે રોકીને તપાસણી કરતા તેમાંથી રૂા.6 લાખ રોકડા નીકળતા આ વેપારીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે કોઈ આધાર રજૂ ન કરતા હાલ પુરા પૈસાને સીઝ કરવામાં આવ્યા છે.

જામનગર નજીક આવેલા ફલ્લા પાસે કારમાં પૈસાની હેરફેર થઈ રહી હોવાની બાતમી પંચ-એ પોલીસ તથા સ્ટેટસ્ટીક સર્વેલન્સ ટીમને મળતા તેઓએ વોચ ગોઠવી હતી અને હાઈવે પર શંકાસ્પદ હાલતમાં નીકળેલી ઈનોવા કારને રોકીને તેની તપાસણી કરતા તેમાંથી રૂા.6 લાખ રોકડા મળી આવતા રકમ અંગે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તેમાં હાજર વેપારી દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં ન આવતા આ અંગે પૈસા જપ્ત કરી આવકવેરા વિભાગને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, પોલીસ અને સર્વેલન્સ ટીમ હાઇવે પર સતત ચેકિંગ કરી રોકડ રકમની હેરફેર પર નજર રાખી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...