સાર્વત્રિક વરસાદ:જામજોધપુરમાં 6, ભાણવડમાં 5, લાલપુરમાં 3 ઇંચ વરસાદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધ્રોલ, જોડીયા, કાલાવડમાં અડધાથી બે ઇંચ, કલ્યાણપુરમાં 4, દ્વારકામાં 3 અને ખંભાળિયામાં વધુ અડધો ઇંચ
  • દેવભૂમિના 14 પૈકી 6 ડેમ ઓવરફલો,મેઘાવી માહોલ યથાવત

જામનગર શહેર-જિલ્લામાં મંગળવારે પણ વરસાદનો મુકામ રહયો હતો.જેમાં મોડી સાંજ સુધીમાં જામજોધપુરમાં વધુ છ ઇંચ અને લાલપુરમાં વધુ ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ.જયારે દેવભૂમિ જિલ્લાના ભાણવડમાં વધુ સાડા ચાર ઇંચ,કલ્યાણપુરમાં પોણા ચાર અને દ્વારકામાં પોણા ત્રણ ઇંચ પાણી વરસ્યુ હતુ.

જામનગર શહેર-જિલ્લામાં સોમવારે મેઘતાંડવ બાદ મંગળવારે પણ વરસાદનો દૌર યથાવત રહયો હતો.જામજોધપુરમાં સોમવારે રાત્રીથી મંગળવાર મોડીસાંજ સુધીમાં વધુ 145 મીમી પાણી પડયુ હતુ.જયારે ગ્રામ્ય પંથકમાં પણ ઘોધમાર વરસાદના વાવડ મળ્યા છે.જયારે લાલપુરમાં વધુ ત્રણ ઇંચ પાણીથી નદી-નાળા છલકાયા છે. બીજીબાજુ જામનગરમાં દિવસભર હળવા ભારે વરસાદી ઝાપટા સાથે રાત્રી સુધીમાં વધુ એકાદ ઇંચ પાણી વરસ્યુ હતુ.ધ્રોલમાં વધુ પોણા બે ઇંચ અને કાલાવડ અને જોડીયામાં અડધો અડધો ઇંચ વરસાદ થયો હતો.

દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ભાણવડમાં સાંજે છ વાગ્યા સુધીમાં વધુ 116 મીમી,કલ્યાણપુરમાં 94 મીમી, દ્વારકામાં 70 મીમી અને ખંભાળિયામાં વધુ 12 મીમી વરસાદ થયો હતો.જિલ્લામાં ચાલુ સિઝનનો કુલ વરસાદ 98.16 ટકાએ પહોચ્યો છે.જેમાં ખંભાળીયામાં 96.80 ટકા,ભાણવડમાં 98.01 ટકા,કલ્યાણપુરમાં 94.80 ટકા અને દ્વારકામાં 106.11 ટકા વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વર્તું-2 ડેમ ઓવરફ્લો થયો
દ્વારકા જિલ્લામાં વ્યાપક વરસાદના કારણે જિલ્લામાં આવેલ ડેમમાં પાણીની આવક થતાં સિંચાઇ યોજનાના મુખ્ય 14 માંથી 5 ડેમ ઓવરફ્લો થયા બાદ ભાણવડ પંથકમાં આવેલ વધુ એક વર્તું 2 ડેમ ઓવરફલો થયો છે. બરડા પંથકની જીવાદોરી સમાન ગણાતા વર્તુ 2 ડેમ ઓવરફ્લો થતાં ડેમના પાંચ દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...