અગ્નિવીરો માટે તાલીમ:જામનગરના ગ્રામ્ય વિસ્તારના યુવાનો તૈયારી કરી શકે તે માટે રીવાબા જાડેજાની સહાયથી 6 મેદાન તૈયાર કરવામાં આવ્યા

જામનગરએક મહિનો પહેલા
  • આજે રીવાબા જાડેજાના જન્મદિવસે અગ્નિવીર માટેની તાલીમ શરૂ કરવામાં આવી
  • 500 જેટલા યુવાન અગ્નિવીરો માં સ્કીમમાં ફોર્મ ભર્યા છે

અગ્નિવીર યોજના હેઠળ તૈયારી કરતા અગ્નિવીર ભાઈઓ તથા બહેનોને માટે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે જામનગર તાલુકાના છ ગામોમાં અગ્નિવીરની તૈયારી માટે ગ્રાઉન્ડ તૈયાર કરાયા છે અને આજરોજ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના મહિલા નેતા રીવાબા જાડેજાના જન્મદિવસ નિમિત્તે શુભારંભ કરવામાં આવ્યો છે.

શ્રી માતૃશકિત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષક દિવસ તથા ક્રિકેટર રવીન્દ્ર સિંહ જાડેજાના પત્ની રીવાબા જાડેજા જન્મ દિવસ નિમીતે અગ્નિવીર યોજના હેઠળના અગ્નિવીરોને તેમના ભવિષ્ય અને પ્રેરણા અર્થે આજ થી 45 દિવસીય તાલીમ કેમ્પ યોજવા જઈ રહ્યા છીએ. તેઓને યોગ્ય તાલીમ સ્થળ મળી રહે તે માટે અલગ અલગ જગ્યાએ છ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ તાલીમ કેમ્પમાં સક્ષમ અને અનુભવી એક્સ સર્વિસ મેન તાલીમ આપશે.

જામનગરના આ છ ગામમાં તાલીમ માટેના ગ્રાઉન્ડ તૈયાર કરાયા
જામનગર તાલુકા અલગ અલગ ગ્રામ્ય ના છ ગામો માં કાર્યકમ ની શરૂઆત કરવામાં આવી જેમાં બાળા, ફલ્લા, મોટા વાગુદળ, નારણપર, લાખાબાવળ, મોટી ખાવડી શરૂઆત કરાઈ જેમાં બાળા ગામ થી શુભારંભ કરવામા આવશે.

શું કહે છે રીવાબા જાડેજા?
જ્યારે શિક્ષક દિનની સાથે સાથે આજે મારા જન્મદિવસ નિમિત્તે મને પુણ્યનું કામ કરવાનો અવસર મળ્યો છે. જ્યારે જુદા જુદા છ ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ મહિના પછી આવી રહેલી અગ્નિવીર એક્ઝામની સ્કીમ છે જે દોઢ મહિના પછી આવી રહી છે તો એ હેતુસર અને બાબતને ધ્યાનમાં રાખીને ખાસ આ સ્કીમને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ યુવાનો અને યુવતીઓ જોડાઈ શકે એ માટે અમે જુદા જુદા છ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં એક ફિઝિકલ ટ્રેનિંગ માટે ગ્રાઉન્ડ જરૂરિયાત પૂરી પાડવામાં આવી છે. જ્યારે વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ક્યાંય પણ રોડ ઉપર કે બીજી કોઈ જગ્યાએ દોડવું ના પડે અને રસ્તા પર કે પથરાડ જગ્યા પર ન દોડવું પડે તેમજ કોઈ પણ વિદ્યાર્થીઓને ઇન્જરી ન થાય તે માટે ખાસ કરીને વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાઉન્ડમાં થતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે જેમાં ફિઝિકલ,400 મીટર દોડ માટે ટ્રેક ,લોંગ જમ્પ, હાઈજંપ, તમામ સુવિધા સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને સાથે તમામ છ એ છ ગ્રામ્ય વિસ્તારોમાં એક્સ આર્મીમેન ટ્રેનિંગ તરીકે પણ મૂકવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...