દરોડા:વાવ બેરાજા સીમમાં જુગાર રમતા મહિલા સહિત 6 ઝબ્બે, સ્થાનિક ગુના શોધક શાખાનો કાફલો ત્રાટક્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડ, વાહન સહિત 1.37 લાખની મતા કબજે

જામનગરની ભાગોળે વાવ બેરાજા ગામની સીમમાં સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે દરોડો પાડી જુગાર રમતા એક મહિલા સહિત છ શખસોને પકડી પાડી રૂ.57 હજારની રોકડ ઉપરાંત બે બાઇક સહિત રૂ.1.37 લાખની માલમતા કબજે કરી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા તથા દિલીપભાઇ તલાવડીયા સહિતની ટીમને વાવ બેરાજા સીમ પંથકમાં અમુક શખસો એકત્ર થઇ જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જે માહિતીના આધારે પોલીસ ટુકડી ત્વરીત ધસી જતા અડધો ડઝન શખસ જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે ભરત ગોગનભાઈ મોઢવાડીયા, સાગર લાખાભાઈ કનારા, અશોકભારથી રમણિક ભારથી ગોસ્વામી, તેજુભા મુળુજી ચૌહાણ, નરેન્દ્રસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા તથા હંસાબેન મંગાભાઈ ચાવડા સહિત છને પકડી પાડયા હતા. પોલીસે પકડાયેલાના કબજામાથી રૂ. 57,020ની રોકડ રકમ ઉપરાંત બે બાઇક સહિત રૂ.1.37 લાખની માલમતા કબજે કરી હતી અને તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...