કાર્યવાહી:મીઠાપુર પંથકમાં કારમાંથી ઇંગ્લીશ દારૂની 6 પેટી પકડાઈ

જામનગર,ખંભાળિયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરમાં મકાનમાંથી 56 બોટલ દારૂ સાથે 1 શખસ ઝબ્બે

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં હુશેની ચોક પાસે સીટી બી પોલીસે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂની 56 બોટલનો જથ્થો પકડી પાડી એક શખ્સને દબોચી લીઘો હતો. જ્યારે દ્વારકાના મીઠાપુર અને કલ્યાણપુર પંથકમાં જુદા જુદા દરોડામાં પોલીસે 88 બોટલ દારૂ અને વાહનો કબજે કર્યા હતા. જો કે, આરોપીઓ નાસી છૂટ્યા હતા.

શહેરમાં ગુલાબનગરના પહેલા ઢાળીયા પાસે હુશેની ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂના જથ્થાનો વેચાણના ઇરાદે સંગ્રહ કરવામાં આવ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે હુશેની ચોકમાં જાવીદ સુલેમાન સમાના મકાનમાં દરોડો પાડયો હતો.જે દરોડા વેળાએ અંદરથી ઇંગ્લીશ દારૂની 56 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે જાવીદ સમાને પકડી પાડી રૂ.28 હજારની કિંમતનો દારૂ કબજે કર્યો હતો.

પોલીસ પુછપરછમાં આ દારૂનો જથ્થો ફૈઝલ અબ્દુલભાઇ ખેરાણી અને હુશેન અકબરભાઇ બ્લોચે સપ્લાય કર્યાનુ કબુલતા પોલીસે બંનેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે કલ્યાણપુરના રાણ ગામે સ્થાનિક પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી હેમંત ઉર્ફે હેમો રાણસીભાઈ શાખરા નામના કબ્જામાંથી દારૂની 16 બોટલજપ્ત કરી હતી. પોલીસે રૂ.6,400નો દારૂ, બાઇક મળી રૂ. 46400ની મત્તા પોલીસે કબ્જે કરી હતી.જયારે દરોડા વેળા આરોપી હેમંત ઉર્ફે હેમો ઘટના સ્થળે હાજર ન મળી આવતા તેની પોલીસે શોધ હાથ ધરી છે.

મીઠાપુર પંથકમાં પોલીસે એક કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની 72 બોટલ મળી આવી હતી.આ દરોડા દરમિયાન કાર ચાલક પોલીસને જોઇ નાશી છુટયાનુ ખુલ્યુ છે.આથી પોલીસે રૂ.36 હજારનો દારૂ અને કાર સહિત રૂ.4.36 લાખનો મુદામાલ કબજે કરી ચાલક સામે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...