દોડધામ:મોદી સ્કુલ બંધ કરાવવાના પ્રકરણમાં એબીવીપીના 6 કાર્યકરોની અટક કરાઇ

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર રજાના દિવસે સ્કુલ ચાલતી હતી ત્યારે હંગામો મચાવવામાં આવ્યો’તો
  • ભારે રાજકીય દબાણ હેઠળ ગુનો ન નોંધાયો : શાળા સંચાલક દ્વારા પોલીસમાં અરજી કરાઇ

જામનગર શહેરની મોદી સ્કુલમાં 2 ઓકટોમ્બરના રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ હોય ત્યારે એબીવીપીના કાર્યકરોએ સ્કુલમાં હંગામો મચાવીને વિદ્યાર્થીઓને છોડી મુકી એક કલાક સુધી ભયનો માહોલ પેદા કર્યો હતો. આ ચકચારી પ્રકરણમાં ધૂધવાયેલા શાળા સંચાલકોએ પોલીસમાં એબીવીપીના કાર્યકરોની ગુંડાગર્દી વિરૂધ્ધ પોલીસમાં અરજી આપી પગલા લેવા વિનંતી કરતા પોલીસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ એબીવીપીના કહેવાતા છ કાર્યકરોની અટક કરતા રાજકીય મામલો ગરમાયો છે.

શહેરના શરૂસેકશન રોડ પર આવેલી મોદી સ્કુલમાં ધો.10 અને 12ના છાત્રોનું શૈક્ષણિક કાર્ય તા. 2 ઓકટોમ્બર ગાંધી જયંતિના દિવસે ચાલુ હતું ત્યારે બપોરના 12.45ની આસપાસ એબીવીપીના કાર્યકરો ત્યાં પહોચી ગયા હતાં અને ગેઇટ બંધ કરી હંગામો મચાવી દીધો હતો. જેના કારણે સ્કુલમાં વિદ્યાર્થીઓ અત્યંત ડરી ગયા હતાં. એક કલાક સુધી ચાલેલી માથાકૂટ બાદ સ્કુલમાંથી વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા હતાં, પરંતુ સ્કુલમાં જે રીતે હંગામો થયો અને છાત્રો ડરી ગયા તે બાદ શાળા સંચાલકોએ કહેવાતા કાર્યકરો વિરૂધ્ધ પોલીસમાં અરજી આપી પગલા લેવાની માંગણી કરી હતી. જે અનુસંધાને ભારે રાજકીય દબાણ આવ્યું હતું, છતાં પણ પોલીસે ગુનો ન નોંધી તમામ 6 કહેવાતા એબીવીપીના કાર્યકરો દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, આશીષ હુકમસિંહ પાટીદાર, કુશાલ પ્રકાશભાઇ, રૂત્વિક યોગેશભાઇ, જયદેવસિંહ વિકમસિંહ અને હર્ષવધન મોહનભાઇ સામે કલમ 151 મુજબ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતાં. બનાવે સારી એવી ચકચાર જગાવી છે.

મોદી સ્કુલની ફરિયાદ શું છે
મોદી સ્કુલે પોલીસને આપેલી અરજીમાં સ્કુલને બાનમાં લેવી, ધાક-ધમકી આપવી, ગુંડાગર્દી કરવી, વિદ્યાર્થીઓના ફોટા પાડવા અને વિડીયો શુટીંગ કરવું તેમજ બોર્ડના વિદ્યાર્થીઓને સ્કુલમાંથી છોડી મુકી ભયનો માહોલ પેદા કરવાનો આરોપ લગાડવામાં આવ્યેા છે. સ્કુલ સંચાલકોએ આખી ઘટનાની સીડી પણ પોલીસને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...