અન્નકૂટ દર્શન:જામનગરના બાલાહનુમાન મંદિરમાં 59મો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો, 56 ભોગ ધરવવામાં આવ્યો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે આજે રવિવારના રોજ અન્નકુટ ઉત્સવ ઉજવાયો હતો. જેમાં અન્નકૂટ ઉત્સવના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને સાંજે 4.30 વાગ્યે આરતી કરવામાં આવી આવી હતી. નોંધનીય છે કે માગશર સુદ પૂનમના દિવસે આ અન્નકુટ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે અને મોટી સંખ્યામાં લોકો અન્નકૂટના દર્શન કરે છે. ત્યારબાદ મહાઆરતી થાય છે તેમ જ મહાઆરતી થયા બાદ અન્નકુટનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.

શહેરના બાલા હનુમાન મંદિર ખાતે અન્નકુટ દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જ્યારે અન્નકુટમાં 56 ભોગની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં મીઠાઈ, ફળ, લાડવા, ફરસાણ, અડદિયા, બરફી સહિત 56 પ્રકારનો ભોગ તૈયાર કરવામાં આવ્યો હતો. જે અન્નકૂટના ભક્તોએ દર્શન કર્યા હતા. સર્વે ભક્તોએ મોટી સંખ્યામાં આરતીમનો પણ લાભ લીધો હતો. નોંધનીય છે કે અન્નકુટ દર્શનની મહાઆરતી રાત્રે 9.00 વાગ્યે થાય છે. ત્યારબાદ દરેક ભક્તો પ્રસાદીનો લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...