અન્નકુટ દર્શન:જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે 58મો અન્નકુટ ઉત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં લોકોએ કર્યા દર્શન

જામનગરએક મહિનો પહેલા
  • મીઠાઈ, ફળ, લાડવા, ફરસાણ, બરફી સહિત 56 પ્રકારનો ભોગ તૈયાર કરાયો
  • અન્નકુટ દર્શનની મહાઆરતી રાત્રે 9.00 વાગ્યે થશે

જામનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર ખાતે આજે રવિવારના રોજ અન્નકુટ ઉત્સવ ઉજવાયો હતો.

જેમાં અન્નકૂટ ઉત્સવના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અને સાંજે 4.30 વાગ્યે આરતી કરવામાં આવી આવી હતી. નોંધનીય છે કે માગશર સુદ પૂનમના દિવસે આ અન્નકુટ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે અને મોટી સંખ્યામાં લોકો અન્નકૂટના દર્શન કરે છે. ત્યારબાદ મહાઆરતી થાય છે તેમ જ મહાઆરતી થયા બાદ અન્નકુટનો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે.

શહેરના બાલા હનુમાન મંદિર ખાતે અન્નકુટ દર્શન સરકારની ગાઇડ લાઇનનું પાલન કરીને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જ્યારે અન્નકુટમાં 56 ભોગની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી. જેમાં મીઠાઈ, ફળ, લાડવા, ફરસાણ, અડદિયા, બરફી સહિત 56 પ્રકારનો ભોગ તૈયાર કરવામાં આવ્યો હતો.

જે અન્નકૂટના ભક્તોએ દર્શન કર્યા હતા. સર્વે ભક્તોએ મોટી સંખ્યામાં આરતીમનો પણ લાભ લીધો હતો. નોંધનીય છે કે અન્નકુટ દર્શનની મહાઆરતી રાત્રે 9.00 વાગ્યે થાય છે. ત્યારબાદ દરેક ભક્તો પ્રસાદીનો લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...