તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લાલપુર બાયપાસ પાસે છોટા હાથીમાંથી 588 બોટલ દારૂ ઝબ્બે

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 શખસ પકડાયો, 1ને ફરાર જાહેર થયો

જામનગરના ભાગોળે લાલપુર બાયપાસ પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલી છોટા હાથી ગાડીને પોલીસે રોકીને તપાસણી કરતા તેમાંથી 588 બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવતા ચાલક સાથે 3.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શહેરના સિટી-એ ડિવિઝન પોલીસના વિનોદભાઈ જાદવ અને પ્રણવભાઈ વસરા પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે, શહેરના લાલપુર બાયપાસ ચેકપોસ્ટ પાસે કુદરત ગૌશાળા તરફ જવાના કાચા રસ્તા પરથી એક છોટા હાથી જીજે-10-વાય 3145 શંકાસ્પદ હાલતમાં નીકળવાની હોય, પોલીસે તેને આંતરી લઈ તપાસણી કરતા તેમાંથી 588 બોટલ ઈંગ્લીશ દારૂ રૂા.2.94 લાખની કિંમતનો મળી આવતા પોલીસે શાહજવાઝ ઉર્ફે ટોની દિલાવર દરજાદા (રહે. ગેબનશા પીરનો વાડો, મદીના મસ્જિદ પાસે)ની ધરપકડ કરી હતી. જ્યારે વસીમ યુસુફભાઈ દરજાદા (રહે. સનસિટી-2, મોરકંડા રોડ)ને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

પોલીસે છોટા હાથી સહિત રૂા.3.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...