તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:ધ્રોલ વિજ્ઞાન કેન્દ્રમાં ‘આપણે આંગણે શાકભાજી વાવીએ’ કાર્યક્રમમાં 55 બહેનોએ તાલીમ લીધી

જામનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઘરના ફળિયામાં અથવા અગાસીમાં ક્યા પ્રકારનાં શાકભાજી ઉગાડી શકાય તે માર્ગદર્શન અપાયું

એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ અને નવરંગ નેચર ક્લબ રાજકોટના સંયુક્ત ઉપક્રમે મહિલા બહેનો માટે આપણે આંગણે શાકભાજી વાવીએ તાલીમી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વી.ડી.બાલા સાહેબ દ્વારા તમામ મહિલા બહેનોને પોતાના ફળિયામાં જ શાકભાજી કઈ રીતે ઉગાડી શકાય એ અંગેની તાલીમ આપી હતી. કાર્યક્રમમાં 55 બહેનો જોડાયા અને યુટ્યુબના માધ્યમથી 400 જેટલા લોકોએ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ધ્રોલ જ્ઞાનકેન્દ્રમાં મહિલા બહેનો માટે આપણે આંગણે શાકભાજી વાવીએ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોજિંદા જીવનમાં શાકભાજીના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું અને બહેનોને શાકભાજીના રોપ, માટી, ખાતર, પાણી અને કુંડા આપી રોપણી કઈ રીતે કરી શકાય તે શીખડાવવામાં આવ્યું અને શાકભાજી ઉગાડવા માટે થતા પ્રશ્નોનું નિરાકરણ કરાયું હતું તથા ઘરનાં ફળિયામાં અથવા અગાસીમાં ક્યા પ્રકારનાં શાકભાજી ઉગાડી શકાય, તે ઉગાડવા કઈ કઈ જરૂરિયાતો અનિવાર્ય છે, છોડ કે વેલાને ક્યારે પાણી આપવું, કેટલા પ્રમાણમાં પાણી આપવું, ક્યા પ્રકારનું ખાતર આપવું, શાકભાજીમાં આવતા રોગને કઈ રીતે દુર કરવા વગેરે જેવા જરૂરી મુદ્દાઓની તાલીમ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સુધાબેન ખંઢેરિયા, હસમુખભાઇ મહેતા, ધર્મેશભાઇ મહેતા, ડો. સંજય પંડયા સહિતના જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો