પરીક્ષાનું પરિણામ:CAના ફાઈનલ કોર્સની પરીક્ષામાં જામનગર કેન્દ્રમાં 54 છાત્રો ઉત્તીર્ણ

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએ ઈન્સ્ટિટ્યૂટ દિલ્હી દ્વારા લેવાયલી પરીક્ષાનું પરિણામ જાહેર
  • ફાઈનલમાં ધારા દત્તાણી અને ઈન્ટરમીડિટમાં જય ગોકાણી પ્રથમ

નવી દિલ્હી સી.એ. ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નવેમ્બર-2022માં લેવામાં આવેલી સી.એ.ફાઈનલ અને ઈન્ટરમીડિટ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે.જેમાં સી.એ. ફાઈનલમાં જામનગર કેન્દ્રમાં ધારા દત્તાણી પ્રથમ સ્થાને, આયુષ ધ્રુવ બીજા સ્થાને અને મેઘા ભટ્ટ ત્રીજા સ્થાને ઉત્તીર્ણ થયા છે. સી.એ. ઈન્ટરમીડિટમાં જામનગર કેન્દ્રમાં જય ગોકાણી પ્રથમ સ્થાને ધૈર્ય કુંડલિયા બીજા સ્થાને અને દર્શન કટારમલ ત્રીજા સ્થાને, ધ્વનિ શાહ ચોથા અને દેવ રાયઠઠ્ઠા પાંચમા સ્થાને ઉત્તીર્ણ થયા છે.

જામનગર સેન્ટરમાં ફાઈનલમાં બન્ને ગ્રુપમાં 61 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં બન્ને ગ્રુપમાં પાસ થનાર 6 વિદ્યાર્થીઓ તથા ફર્સ્ટ ગ્રુપમાં પાસ થનાર 5 વિદ્યાર્થીઓ, સેકન્ડ ગ્રુપમાં પાસ થનાર પાંચ તથા ફર્સ્ટ ગ્રુપમાં કુલ 97 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેમાં પાસ થનારની સંખ્યા 20 છે. સેકન્ડ ગ્રુપમાં કુલ 94 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં પાસ થનારની સંખ્યા 18 છે. કુલ 252 વિદ્યાર્થીઓએ ફાઈનલ કોર્સની પરીક્ષા આપી હતી જેમા 54 પાસ થયા છે. ઈન્ટર મીડિટમાં બન્ને ગ્રુપમાં 147 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેમાં પાસ થનાર 16 વિદ્યાર્થીઓ તથા ફર્સ્ટ ગ્રુપમાં 38 અને સેકન્ડ ગ્રુપમાં બે વિદ્યાર્થીઓ તેમજ ફર્સ્ટ ગ્રુપમાં કુલ 115 એ પરીક્ષા આપી હતી. તેમાં પાસ થનારની સંખ્યા 22 છે. સેકન્ડ ગ્રુપમાં કુલ 102 માંથી 30 પાસ થયા છે. કુલ 304 વિદ્યાર્થીઓએ ઈન્ટરમીડિટ કોર્સની પરીક્ષા આપી તેમાંથી 108 વિદ્યાર્થી પાસ થયા છે.

અન્ય સમાચારો પણ છે...