મંજુરી:કોરોના મૃતક વ્યક્તિના વારસદારોને 5.29 કરોડ સહાય

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓન-ઓફલાઈન મારફતે 1197 પૈકી 1066 અરજીને મંજુરી
  • બાલ સ્વરાજ પોર્ટલ પર નોંધાયેલા 8 બાળકોને સહાય ચૂકવાઈ

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ દહેશત ફેલાવી હતી અને અનેક લોકોએ ઘરના મોભી, સ્નેહીજનો ગુમાવ્યા છે તેવા લોકોને આર્થિક રીતે સહાયરુપ થવાના હેતુથી સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને સહાય પેટે રૂા. 50,000 સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડમાંથી ચુકવવામાં આવી રહ્યા છે.જિલ્લામાં 1059અરજીમાં રૂ 5,29,50,000ની સહાય ચુકવવામાં આવી છે.

દ્વારકા જિલ્લામાં ૬ જુન સુધીમાં સહાય મેળવવા માટેની ઓનલાઇન તથા ઓફલાઇન 1197 અરજીઓ મળી હતી જેમાંથી 1066 અરજીઓ મંજુર કરવામાં આવી હતી.1066 અરજી પૈકીની 1059 અરજીમાં ડીબીટીના માધ્યમથી સહાય ચુકવવામાં આવી છે.

ઉપરાંત સુપ્રિમકોર્ટની સુચના મુજબ માતા – પિતા / સર્વાઇવીંગ પેરેન્ટસ/ ગાર્ડીયનનું કોવીડ – 19ના સંક્રમણથી અવસાન થયેલ હોય તેવા બાલ સ્વરાજ પોર્ટલ પર નોંધાયેલ અનાથ થયેલા બાળકોને કોવીડ- 19 એક્ષ ગ્રેટીયા સહાય ચૂકવવા સૂચના આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાલ સ્વરાજ પોર્ટલ પર નોંધાયેલા 8 બાળકોને સહાય ચુકવવામાં આવી છે.

સરકાર દ્વારા કોવિડ-19થી મૃત્યુ પામનાર મૃતકોના વારસદારને સહાય આપવા માટે કોરોના સહાયતા યોજના શરૂ કરવામાં આવેલ છે. કોરોના મહામારીના કારણે અનેક પરિવારોમાં એકમાત્ર કમાણી કરતી વ્યક્તિના આકસ્મિક મૃત્યુ થયા છે. પરિવારમાં આવક મેળવતી મુખ્ય વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે પરિવારે પોતાના જીવનનું ગુજરાન ખૂબ જ કઠિન થાય છે. આ સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કોરોના સહાયતા યોજના અમલમાં મુકવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...