જમીન માપણી:52 ગામના જમીન માપણી અને સુવિધા પ્રશ્ને આંદોલનની ચિમકી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાડામાં 38 અને મનપામાં સમાવિષ્ટ 14 ગામોનો સમાવેશ
  • જિ.પં.ના પૂર્વ નેતા દ્વારા ખેડૂતોને સાથે રાખી લડતના મંડાણ

જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળમાં સમાવિષ્ટ 38 તથા જામનગર મનપામાં સમાવિષ્ટ થયેલા 14 ગામમાં જમીન માપણી, પ્રાથમિક સુવિધાના પ્રશ્ને જિલ્લા પંચાયત વિપક્ષના પૂર્વ નેતાએ ખેડૂતોને સાથે રાખી આંદોલનની ચિમકી આપી છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિ. પં.ના પૂર્વ નેતા કાસમ ખફીએ જણાવ્યું હતું કે, જાડામાં સમાવેશ થયેલા 38 ગામમાં વિકાસના નામે જાડા દ્વારા જમીનો હડપ કરી લેવામાં આવે છે. સેટેલાઈટ આધારિત કરવામાં આવેલી જમીન માપણી-સર્વેની કામગીરીમાં 90% ખેડૂતોને-જમીન માલિકોને અન્યાય થાય તેવી ગંભીર ક્ષતિઓ છે. જેમાં સુધારા કરવા માટે ખેડૂતોને ધક્કા ખાવા પડે છે અને ભારે પરેશાની ભોગવવી પડે છે.

મનપાએ જે 14 ગામોને આવરી લીધા છે તેમાં વેરા વસૂલ કર્યા પછી પણ કોઈપણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. જાડા દ્વારા સરપંચ, ખેડૂતો કે અન્ય કોઈ સંબંધિતને જાણ કર્યા વગર, વિશ્વાસમાં લીધા વગર મનફાવે તેમ ઝોન નક્કી કરી દેવાયા છે. જમીન વેંચવા માગતા ખેડૂતોને ભારે આર્થિક નુક્સાની થઈ રહી છે. 40 ટકા જમીન જાડા પોતાના નામે કરી સટ્ટાખોરી કરી ઊંચા ભાવે ખાનગી લોકોને વેંચી નાખે છે. 14 ગામોમાં મનપા દ્વારા સુવિધા આપવામાં મીંડુ છે. આ સમસ્યાઓ નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...