યજ્ઞનું આયોજન:જામનગરમાં પતંજલિ યોગ કેન્દ્ર દ્વારા 51 કુંડી યજ્ઞનું આયોજન કરાયું

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના ગાંધીનગરમાં યોજાયેલ આ યજ્ઞમાં 300 ભાઇઓ અને બહેનોએ લાભ લીધો હતો અને દરરોજ હવન નિયમિત ઘરે કરશે તેવો સંકલ્પ લીધો હતો

જામનગર શહેરમાં પતંજલિ યોગ પરીવાર દ્વારા આયોજીત યાેગ ઋષી સ્વામી રામદેવજી મહારાજના આર્શિવાદથી પૂ. યજ્ઞદેવજી મહારાજના સાનિધ્યમાં 51 કુંડી યજ્ઞનું આયોજન તા. 1ના સાંજે મનોહર વીલા, ગોકુલધામ સોસાયટી, ગાંધીનગર મેઇન રોડ પર કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં 300 ભાઇઓ અને બહેનોએ લાભ લીધો હતો અને દરરોજ હવન નિયમિત ઘરે કરશે તેવો સંકલ્પ લીધો હતો.

આ યજ્ઞનાે મુખ્ય ઉદેશ એ હતો કે, નિયમીત યજ્ઞ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને રોગ મુકિત પર્યાવરણ શુધ્ધિ અલગ-અલગ પ્રકારની હવન સામગ્રીના પ્રયોગથી યજ્ઞ કરીને હઠીલા અને અસાધ્ય રોગોને મટાડવા યજ્ઞ અને યોગના સમન્વયથી ઉપચાર અને તેની પાછળનું રહસ્ય સમજવા માટે અને યજ્ઞનું આયોજન કરાયું હતું.

જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાયા હતાં. આ કુંડી યજ્ઞ કાર્યક્રમને સફળ બનાવવા પ્રિતીબેન શુકલ, મીનાબેન, વિદ્યા મહેતા, દક્ષાબેન અગ્રાવત સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેમ પતંજલી યોગ પરીવારે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં જામનગર મેયર બીનાબેન કોઠારી, ગુજરાત રાજ્ય પ્રભારી લક્ષમણભાઈ પટેલ, તનુજા આર્ય, સુરેન્દ્રનગરથી હેલ્થ ઓફિસર લલિત પ્રસાદ દવે, કાર્યપાલક ઈજનેર ઉદયનભાઈ દવે, જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ વી. પી. જાડેજા, આર્યસમાજ સૌરાષ્ટ્રના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, નરેન્દ્રભાઈ મેતા, વિનોદભાઈ નાઢા, સમસ્ત કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શહેર પ્રમુખ આશીષભાઈ જોશી, વિમલભાઈ જોશી, જનકભાઈ ખેતીયા, જાગૃતિબેન ત્રિવેદી, વૈશાલીબેન, ભાસ્કરભાઈ જોષી, રીટાબેન જોટગિયા,પૂર્ણાંબા રાઠોડ, સ્વરૂપબા જાડેજા, માલતીબેન, સજ્જનબેન, નયનાબેન, પ્રીતિબેન પરીખ, મનીષાબેન મેતા, અમીબેન પરીખ, કોચ રાજશ્રીબેન, ટ્રેનર્સ કિરણબેન પંડિયા સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...