જામનગરના કૃષ્ણનગર વિસ્તારના સેવાભાવી પટેલ યુવા ગ્રુપના કાર્યકરો દ્વારા મકરસંક્રાંતિના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગાયો માટે 500 કિલો પૌષ્ટિક લાડુ બનાવીને તેનું ગાયને પ્રસાદ રૂપે વિતરણ કરાઈ રહ્યું છે.
શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં પટેલ યુવા ગ્રુપના 40 થી વધુ કાર્યકરો કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી મકરસંક્રાંતિના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરીને ગાય માતાની સેવા કરી રહ્યા છે. આ વર્ષે પણ ઉતરાયણ નિમિતે તેલ, ઘઉંનો લોટ, ગોળ, કાળા તલ, સફેદ તલ, અને ટોપરાનું ખમણ વગેરેનું મિશ્રણ કરીને 500 કિલો પોષ્ટીક લાડુ બનાવ્યા છે.
આ લાડુ ગાયોને પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવી રહ્યું છે. પટેલ યુવા ગ્રુપના યુવા કાર્યકરો દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાં વાડીમાં લાડુ બનવવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આજુબાજુના લોકોનો સહકાર મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.