જામનગર સહિત રાજ્યભર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેની અસર શાકભાજી પર પડતા તેના ભાવ આસમાને પહોંચ્યા છે. તાજેતરમાં રાજયના મોટા ભાગના વિસ્તારમાં સપ્તાહ સુધી અવિરત વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ઊભો પાક નાશ પામ્યો છે. જેથી શાકભાજીની આવક 50 ટકાનો ઘટાડો નોંધાતા ભાવ બમણાં થઇ ગયા છે. જેને કારણે ભીંડા, ગુવાર, ટીંડોળા સહિતના શાકભાજીના ભાવ પ્રતિકિલો રૂ. 80થી 100એ પહોંચી ગયા છે. જ્યારે ચોળી અને પરવર તો બજારમાં માંડ માંડ જોવા મળે છે.
તો બીજી તરફ ટમેટા અને લીંબુ બાદ હવે કોથમરીના ભાવ આસમાને પહોંચ્યા છે બજારમાં કોથમરી પ્રતિ કિલો રૂપિયા 200 થી 225સુધી વહેંચાઈ રહી છે. જ્યારે રોજિંદા વપરાશમાં આવતા બટાકાના ભાવ પણ રૂ. 30 કિલો થઇ ગયા છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. હજુ પણ લીંબુના ભાવ છૂટક બજારમાં રૂ. 70થી 80 કિલોએ ચાલી રહ્યા છે. જ્યારે લીલા મરચાંથી માડીને સિમલા મરચાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
ફેકટ ફાઇલ - શાકભાજીના છૂટક તથા હોલસેલના ભાવ કિલોએ
શાકભાજી | છૂટક | હોલસેલ |
ભીંડા | 100 થી 115 | 55થી 70 |
ટીંડોળા | 80થી 100 | 55થી 60 |
ગવાર | 120થી 140 | 90થી 100 |
કંકોડા | 100થી 120 | 95થી 100 |
ચોળી | 120થી 140 | 95થી 100 |
કારેલા | 60થી 70 | 40થી 45 |
કોથમીર | 200થી 225 | 150થી 180 |
લીંબુ | 60થી 70 | 30થી 40 |
રીંગણા | 40થી 50 | 20થી 30 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.